શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Heart Attack: હાર્ટ એટેકે વધુ એકનો ભોગ લીધો, લુણાવાડા તાલુકા પંચાયત કચેરીના તલાટી કમમંત્રીનું મોત

Heart Attack News: હાર્ટ એટેક ના કારણે મોતના બનાવામાં સતત વધારો થઈ રહ્યો છે.

Heart Attack: રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે.  મહીસાગર જિલ્લામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. લુણાવાડા તાલુકા પંચાયત કચેરીમાં તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા  રાજેન્દ્રસિંહ કટારા નામક યુવાનનું મોત નીપજતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?

આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
Embed widget