શોધખોળ કરો

Drugs: દિવાળી ટાણે ડ્રગ્સ વેચવા નીકળેલી વિદેશી મહિલાને બનાસકાંઠા પોલીસે પકડી, 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

ફરી એકવાર ગુજરાતમાંથી ડ્રગ્સની હેરાફેરી કરનાર વ્યક્તિને ઝડપી પાડવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીકથી એક વિદેશી મહિલાને 4 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવી છે.

Banaskantha News: ફરી એકવાર ગુજરાતમાંથી ડ્રગ્સની હેરાફેરી કરનાર વ્યક્તિને ઝડપી પાડવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીકથી એક વિદેશી મહિલાને 4 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવી છે. આ મહિલા ઘાના દેશની નાગરિક હતી અને હેરાફેરી દરમિયાન તેને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાઇ ગઇ છે.


Drugs: દિવાળી ટાણે ડ્રગ્સ વેચવા નીકળેલી વિદેશી મહિલાને બનાસકાંઠા પોલીસે પકડી, 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી પ્રમાણે, દિવાળી ટાણે જ ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી શરૂ થઇ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સ નિરોધક ટીમે મોટી કાર્યવાહી કરી છે, બનાસકાંઠાના અમીરગઢ નજીકથી ઘાના દેશની મહિલાને મોટી માત્રામાં ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી છે. બનાસકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી અને અમીરગઢ પોલીસની ટીમને બાતમીના આધારે મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન ચલાવ્યુ હતુ, આ કાર્યવાહીમાં વિદેશી મહિલાને અંદાજિત 4 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે એલસીબી, એસઓજી અને અમીરગઢ પોલીસની ટીમે મોડી રાત્રે ઝડપી પાડી હતી.

વાપી જીઆઈડીસીમાં DRIની મોટી કાર્યવાહી, 180 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર અમલમાં છે. દારૂ-ડ્રગ્સ ઉપરાંત અફીણ-ગાંજાનો ધૂમ વેચાણ થઇ રહ્યુ જેથી યુવા પેઢી નશાનો શિકાર બની રહી છે. હપ્તારાજને કારણે માફિયા-બુટલેગરોને જાણે ખુલ્લોદોર મળ્યો છે. આ પરિસ્થિતી એટલી હદે કથળી છેકે, ગુજરાત આજે ઉડતા ગુજરાતમાં પરિવર્તિત થઇ રહ્યુ છે. વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. DRI એ મોટી કાર્યવાહી કરી છે. પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. ડી આર આઈ એ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. જેની કિંમત 180 કરોડથી વધારે છે. એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળ્યા છે.

અમદાવાદના બાપુનગરમાંથી તાજેતરમાં પકડાયું હતું 19 લાખનું ડ્રગ્સ

તાજેતરમાં અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. એસઓજીએ બાપુનગરમાં મકાનમાંથી 19 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી હતી. આ મામલે એસઓજીએ સાદિક ઉર્ફે બાબુ અંસારી અને તેની પત્ની રુકસાના બાનું ઉર્ફે આઇશા અંસારીની ધરપકડ કરી હતી. આરોપી છેલ્લા 3 વર્ષથી મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં પોતાના ઘરેથી છૂટક ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને પોતે પણ બંધાણી હતા. આ મામલે એસઓજીએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી. 

થોડા દિવસ પહેલા ભરૂચના વાલિયા જિલ્લામાં અમદાવાદ સીઆઇડી ક્રાઇમે દરોડો પાડીને ડ્રગ્સ બનાવવામાં વપરાતા 7.60 લાખના  રો મટિરિયલ સાથે એક યુવકને ઝડપી પાડયો હતો. તે કેસમાં  વડોદરા સીઆઇડી ક્રાઇમે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. વાલિયાની હરિનગર સોસાયટીમાં રહેતા રાકેશ જેનુભાઇ વસાવાની પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા માટે વપરાતા 7.60 લાખના  રો મટિરિયલ સાથે સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરે ધરપકડ કરી હતી.આ રો મટિરિયલનો ઉપયોગ મેથામ્ફેટામાઇન તથા મેફેડ્રોન બનાવવામાં ઉપયોગ થાય છે.  જેની તપાસ વડોદરા સીઆઇડી ક્રાઇમના ઇન્ચાર્જ ડીવાય.એસ.પી. એચ.એમ.ચૌહાણ કરી રહ્યા છે. આ કેસમાં વચેટિયા તરીકને ભૂમિકા ભજવનાર અબ્દુલ કાદરી ઐયુબભાઇ મણીયાર તથા બ્રિજકુમાર રમેશભાઇ  પટેલની ધરપકડ કરી હતી. જ્યારે રો મટિરિયલ સપ્લાય કરનાર આરોપી મનોજ પ્રતાપભાઇ ગાર્ગેની  પણ ધરપકડ કરવામાં આવી હતી. ગુનાની વધુ તપાસ માટે સીઆઇડી ક્રાઇમે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget