Gujarat: 2 હજારની ચણલી નોટને લઈ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને કરી મોટી જાહેરાત, જાણો
બે હજારની ચણલી નોટને લઈ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને મોટી જાહેરાત કરી છે. કોઈ પણ ગ્રાહક બે હજારની નોટ આપશે તેનો પેટ્રોલ પંપ પર સ્વીકાર કરાશે.
અમદાવાદ: બે હજારની ચણલી નોટને લઈ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને મોટી જાહેરાત કરી છે. કોઈ પણ ગ્રાહક બે હજારની નોટ આપશે તેનો પેટ્રોલ પંપ પર સ્વીકાર કરાશે. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર બે હજારની ચલણી નોટ લેવામાં આવશે.
ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશના અરવિંદભાઈ ઠક્કરે કહ્યું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સરકાર તરફ થી 2000ની નોટ માટે જે સુચના જાહેર થઈ છે તે બાબતે અમારા ગુજરાત રાજ્યના તમામ પેટ્રોલ પંપ ડીલરો અમારા ત્યાં કોઇ પણ ગ્રાહકો પેટ્રોલ ,ડીઝલ ,લુબ્રિકેટિંગ ઓઇલ, સીએનજી વગેરે ખરીદવા આવશે અને જો 2000 રૂપિયાની નોટ આપશે તો તે અમે સહર્ષ સ્વીકારીશું. તેમજ સરકારી કાયદાનું અમે પાલન કરીશું અને અમારા ગ્રાહકોને કોઈ તકલીફ પડવા નહીં દઈએ.
'દુકાનદારો 2000ની નોટ લેવાની ના પાડી શકે નહીં, જો ના પાડે તો.... ', RBI ગવર્નરનું મોટું નિવેદન
2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર હોવાની જાહેરાત બાદ લોકોમાં ટેન્શન છે કે હવે તેઓ આ નોટનું શું કરશે. જોકે, આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટને લઈને ગભરાવાની જરૂર નથી. હવે તમે બેંકમાં 2000 ની નોટ બદલી શકો છો, તેમજ કોઈપણ દુકાનમાં જઈ શકો છો, તમે આ નોટથી સરળતાથી સામાન ખરીદી શકો છો કારણ કે કોઈ પણ દુકાનદાર આ નોટ લેવાની ના પાડી શકે નહીં.
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ રજૂ કરવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો છે. 2000 રૂપિયાની નોટો બદલી અને જમા કરાવવામાં આવશે તેવી વ્યવસ્થા હેઠળ જ સામાન્ય લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. બેંકોને આ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમે દુકાનમાં જઈને 2000ની નોટનો સામાન સરળતાથી ખરીદી શકો છો.
2000ની નોટ લીગલ ટેન્ડર રહેશે
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે નોટબંધી પછી પાછી ખેંચાયેલી નોટોની ભરપાઈ કરવા માટે રૂ. 2000ની નોટો રજૂ કરવામાં આવી હતી. આ પછી હવે આ નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે અને 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં સરળતાથી જમા અને બદલી શકાશે.