શોધખોળ કરો

Gujarat election 2022: નવસારી જિલ્લા કોંગ્રેસમાં ગાબડું, જાણો ક્યા નેતા બીજેપીમાં જોડાયા

Gujarat assembly election 2022: નવસારી જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પાડવામાં ભાજપ ફરી સફળ થઈ છે. જિલ્લા પંચાયતની ચાપલધરા બેઠકના કોંગ્રેસી સભ્ય રેખાબેન આહીર ભાજપમાં જોડાયા છે.

Gujarat assembly election 2022: નવસારી જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પાડવામાં ભાજપ ફરી સફળ થઈ છે. જિલ્લા પંચાયતની ચાપલધરા બેઠકના કોંગ્રેસી સભ્ય રેખાબેન આહીર ભાજપમાં જોડાયા છે. ચીખલીના ખરોલી ગામે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ અને પૂર્વ કેબીનેટ પ્રધાન નરેશ પટેલના હસ્તે રેખાબેન વિધિવત ભાજપમાં જોડાયા છે.  આ અગાઉ વાંસદા જિલ્લા પંચાયતની ખાટાઆંબા બેઠકના કોંગ્રેસી સભ્ય ચંદુ જાદવ પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા પંચાયતની ત્રણ બેઠકમાંથી હવે એક જ બેઠક કોંગ્રેસ પાસે રહી છે. ભાજપે બે જિલ્લા પંચાયત સભ્ય પોતાની સાથે ભેળવતા વાંસદામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારો

સુરતમાં આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. કતારગામમાં લલિતા ચોકડી પાસે આમ આદમી પાર્ટીની જનસભામાં કોઈએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું છે. આ પથ્થરમારામાં એક નાના બાળકને આંખ ઉપર પથ્થર વાગી જતા ઈજા થઇ છે. હાલમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મામલો થાળે પાડવાની તજવીજ હાથ ધરી છે. જો કે આ પથ્થરમારો કોણે કર્યો તે હજુ સામે આવ્યું નથી. આ અંગે પોલીસે તપાસ આરંભી છે. 

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ અંગે એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે બીજેપી પર આરોપ લગાવ્યા છે. તેમણે લખ્યું કે, કતારગામ વિધાનસભાની ચૂંટણી હારવાના ડરથી ભાજપના ગુંડાઓએ આજે ​​મારી જાહેર સભા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પથ્થરમારાને કારણે એક નાનું બાળક ઘાયલ થયું હતું. જો અમે 27 વર્ષમાં થોડું કામ કર્યું હોત તો આજે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં પથ્થર ફેંકવા ન પડત. ભાજપના પથ્થરબાજોને જનતા ઝાડુથી જવાબ આપશે.

જાણો ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે ગોપાલ ઈટાલીયાએ શું આપી પ્રતિક્રિયા

સુરત મહિધરપુરા હીરા બજારમાં આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની,આપ નેતા અલ્પેશ કથીરીયાએ ચૂંટણી સભા યોજી હતી ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા વિશે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. 

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે જ્યારે સુરત મહીધરપુરા હીરા બજારમાં કતારગામ, કરંજ, વરાછા, સુરત ઉત્તર વિધાનસભા બેઠકના ચારે ઉમરેદારોએ સભા યોજી હતી. સભાને સાંભળવા મોટી સંખ્યામાં લોકોની લીડ ઉમડી હતી. સભાને સંબોધતા ગોપાલ ઇટાલીયાએ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. આ લોકોએ ઢંઢેરામાં કહ્યું કે, મહિલાઓ અને બાળકોને બસમાં મુસાફરી ફ્રી. કેજરીવાલ સાત વર્ષથી દિલ્હીમાં આ સુવિધા આપે છે. હાલ જાહેર કર્યું કે, 7 મેડિકલ કોલેજ બનાવશે. 27 વર્ષ દરમ્યાન કેમ યાદ ન આવ્યું. અમે આપેલા વચનોને આ લોકોએ જાહેર કર્યા છે, આને ચૂંટણી ઢંઢેરો ના કહેવાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget