શોધખોળ કરો

Gujarat Election 2022: દાહોદ અને જામ કંડોરણા કોંગ્રેસમાં ભંગાણ, મોટી સંખ્યામાં કાર્યકરો બીજેપીમાં જોડાયા

Gujarat Assembly Election 2022: વિધાનસભાની ચૂંટણીને લીને જ્યારથી ઉમદેવારોના નામ જાહેર થયા છે ત્યારથી ગુજરાતમાં વિવિધ રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે.

Gujarat Assembly Election 2022: વિધાનસભાની ચૂંટણીને લીને જ્યારથી ઉમદેવારોના નામ જાહેર થયા છે ત્યારથી ગુજરાતમાં વિવિધ રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ઘણા નેતાઓએ અને કાર્યકરોએ પક્ષપલટો પણ કર્યો છે. હવે આ કડીમાં કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે. જામકંડોરણા અને દાહોદ કોંગ્રેસના નેતાઓએ પાર્ટી છોડી બીજેપીનો કેસરિયો ધારણ કર્યો છે.

જામકંડોરણા કૉંગ્રેસમાં ભંગાણ

જામ કંડોરણા કોંગ્રેસ ઘણા કાર્યકરો આજે બીજેપીમાં જોડાયા હતા. જયેશ રાદડિયાએ કોંગ્રેસ પ્રમુખ તેમજ તમામ કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. જામકંડોરણા તાલુકા પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ સવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. પ્રમુખ સહિતના તમામ હોદા ઉપરથી આપ્યું હતું રાજીનામું આપી તાલુકા પ્રમુખ સહિત આખી ટીમ ભાજપમાં જોડાઈ હતી.

દાહોદમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો

ફતેપુરા વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ફતેપુરાના કોંગ્રેસના મહામંત્રીએ કાર્યકર્તાઓ સાથે કેસરિયો ખેસ પહેર્યો હતો. સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો કેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના મહામંત્રી જયેશભાઈ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

ગણદેવી કોંગ્રેસમાં ગાબડું

નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા સીટ પર કોંગ્રેસમાં પડ્યું ગાબડું પડ્યું છે. ગણદેવી વિસ્તારના કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ચૂંટણી સમયે પીઢ કોંગ્રેસી કાર્યકર્તા ભાજપમાં આવતા કોંગ્રેસને મોટું નુકશાન થયું છે. જે લોકો કોંગ્રેસમાં જોડાયા છે તેમાં એડવોકેટ તેજસ વશી, મિનિષ  નાયક, માજી પ્રમુખ ગણદેવી તાલુકા યુવક કોંગ્રેસ રમેશ પટેલ, માજી સરપંચ બીગરી સહિત અનેક લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. 

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો

 વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચૂંટણી ટાણે જ ભંગાણ પડ્યું છે. જૂનાગઢ આમ આદમી પાર્ટીના સંગઠનના મંત્રી ભગીરથ બારડ કોંગ્રેસમાં જોડાયા છે. જૂનાગઢ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોષીએ ભગીરથ બારડને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. આમ આદમી પાર્ટીના સંગઠનના મંત્રી ભગીરથ બારડ પોતાના 30થી વધુ જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે.

અશોક ગેહલોતે માર્યો ટોણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણને લઈને વાતાવરણ ગરમાયું છે. એક બાદ એક નેતા વિરોધી પાર્ટીઓ પર વાર પર વાર કરી રહ્યા છે. હવે આ કડીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રાજકોટ ખાતે બીજેપી પર પ્રહાર કર્યા છે. રાજકોટમાં અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી અને બીજેપીને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે. કેજરીવાલ અહીંયા આવીને ખોટા વાયદાઓ કરે છે. ગુજરાત સરકાર આખી બદલવી પડી. મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ એક્શન લેવામાં નથી આવ્યા. પીએમ મોદીને અહીંયા દર અઠવાડિયે આવવું પડે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ બોખલાયું છે. મેઘા પાટકર અંગે પીએમના નિવેદન અંગે પણ અશોક ગેહલોતે નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું કે, આ કોઈ કોંગ્રેસની યાત્રા નથી. અમે મેઘા પાટકરને રોકી ના શકીએ. તેઓ એનજીઓ તરીકે આવ્યા હતા. તેઓ આ યાત્રામાં રાહુલ ગાંધીને મોરલ સપોર્ટ કરવા માટે આવ્યા હતા. મોંઘવારી અંગે વાત કરવી જોઈએ. ભાજપના પોતાના જ રાજ્યમાં આવી ખરાબ સ્થિતિ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget