શોધખોળ કરો

જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો

પક્ષપલ્ટો કરીને ભાજપમાંથી જીતેલા લાડાણીએ નવમા ધારાસભ્ય તરીકે આ આક્ષેપ કર્યા છે. અત્યાર સુધીમાં, ભાજપના આઠ ધારાસભ્યોએ પણ આવી રીતે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે.

Gujarat BPJ MLA Corruption Highlight: પ્રજાના પ્રશ્નો ઉકેલવા અને સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા ભાજપના ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા છે. શનિવારે, માણવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર પર પ્રીમોન્સૂન કામગીરીમાં નિષ્ફળ હોવાનો આક્ષેપ કરતાં તેમને બેફામ ગાળો ભાંડી. એટલું જ નહિ, પાલિકાનો ભંગાર વેચવામાં અધિકારીઓએ ભાગબટાઈ કરી છે તેવો આક્ષેપ  કર્યો હતો. પક્ષપલ્ટો કરીને ભાજપમાંથી જીતેલા લાડાણીએ નવમા ધારાસભ્ય તરીકે આ આક્ષેપ કર્યા છે. અત્યાર સુધીમાં, ભાજપના આઠ ધારાસભ્યોએ પણ આવી રીતે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે.

કહેવાય છે કે લોકસભા ચૂંટણીમાં બેફામ બોલનારાઓને મતદારોએ જમીન દેખાડી છે. પાંચ લાખની લીડ સાથે 26 બેઠકો જીતવાની વાતો ખાલી વાતો જ રહી ગઈ. બનાસકાંઠામાં કારમી હાર અને પાટણમાં માંડ જીત સાથે જનાધાર ઘટ્યો છે, જેના કારણે ભાજપના ધારાસભ્યોને હવે પ્રજાના કામોની યાદ આવી રહ્યા છે. માણાવદરમાં, લાડાણીએ પાલિકાની બહાર ધરણાં પર બેસી ચીફ ઓફિસરને ન કહેવાના શબ્દો સંભળાવ્યા હતા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કૌરડિયાએ પોતાના ક્ષેત્રના નાગરિકોને આહ્વાન કર્યું કે જો કોઈ અધિકારી કે કર્મચારી સરકારી કામ માટે પૈસાની માંગણી કરે તો તેમની પાસે આવે. આ કારણે ભાજપનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે.

સિસ્ટમ સામે પડેલા ધરાસભ્યો

વડોદરાના ધારાસભ્ય યોગેશે પટેલે આરોપ લગાવ્યો હતો કે, કલેક્ટર જમીન મહેસલની ફાઈલ દફ્તરે કરે છે, ગેરરીતિઓ સામે કાર્યવાહી નથી કરતા.

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મોડાસમાં પંચાયતના સિંચાઈ ખાતાની બોગસ કચેરીમાં જનતા રેડ કરી, અધિકારી પકડ્યા હતા.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આરોપ લગાવ્યો કે, વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડુતો ઘૂસી ગયા, વચોટીયાઓને છાવરવામા આવ્યા છે.

સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ આરોપ લગાવ્યો કે, નસવાડીના સરકારી દવાખાનામાં એક્સ  રે મશીન ધૂળ ખાય છે, ત્યારે અધિકારીઓ શું કરે છે.

અમદાવાદના ધારાસભ્ય અમૂલ ભટ્ટે આરોપ લગાવ્યો હતો કે, પોલીસ જપ્ત કરેલા વાહનોને લેવા જતી મહિલાઓને તોફાની તત્વોએ અભદ્ર ટિપ્પણી કરી હતી.

જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી જાતે જ હોસ્પિટલ ગયા હતા અને આરોપ લગાવ્યો હતો કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર નથી મળતી.

લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાએ કહ્યું કે, પોલીસ કંઈ કરતી નથી એટલે મારે જાતે જ દામનગર જઈને જૂગારધામ પકડવું પડ્યું.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું કે, જૂનાગઢમાં કોઈ પણ સરકારી કામમાં કર્મચારી પૈસા માગે તો મારો સંપર્ક કરો. હું કાર્યવાહી કરીશ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Vadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોતSurat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
Embed widget