શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં 353 કેસ નોંધાયા, 462 લોકોએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 2, 60,220 પર પહોંચી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 353 કેસ નોંધાયા હતા અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.79 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 2, 60,220 પર પહોંચી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 462 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,51,862 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 3976 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 3933 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં એક વ્યક્તિું મોત થતાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4382 પર પહોંચ્યો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 73, વડોદરા કોર્પોરેશનમાં 56, રાજકોટ કોર્પોરેશનમાં 48, સુરત કોર્પોરેશનમાં 41 , વડોદરામાં 19, રાજકોટમાં-16, પંચમહાલ,સાબરકાંઠામાં 9-9, મોરબી,સુરતમાં 6-6, ભરુચ, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ, કચ્છ, નર્મદામાં 5-5 કેસ, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર, ગીર સોમનાથ 4-4 કેસ, અમરેલી, આણંદ, દેવભૂમિ દ્વારકા, જામનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન,ખેડામાં 3-3 કેસ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement