ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે મોટા આનંદના સમાચાર, જાણો રૂપાણી સરકારે આપ્યો શું મોટો આર્થિક ફાયદો ?
પ્રાથમિક શિક્ષકોનું 4200 ગ્રેડ પેનું આંદોલન આખરે રંગ લાવ્યું છે. સરકાર શિક્ષકોની માંગણી સામે ઝૂકી છે અને સરકારે આ માંગણીને સ્વીકારતા 4200 ગ્રેડ પે પરિપત્ર જાહેર કર્યો છે.
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે સૌથી મોટા ખુશખબર છે. શિક્ષકોનો આંદોલન સામે સરકારે ઝૂકતા -4200 ગ્રેડ પેની જાહેરાત કરતો પરિપત્ર જાહેર કર્યો છે. સરકારે આ પરિપત્ર જાહેર કરતા મુખ્ય શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાનો માર્ગ મોકળો બન્યો છે. સરકાર દ્રારા જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પ્રાથમિક શિક્ષણ સંવર્ગએ મુખ્ય શિક્ષણ સંવર્ગની કેડર હોવાથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે મુખ્ય શિક્ષકનું ઉચ્ચતર પગાર ઘોરણ મળવાપાત્ર થાય છે.
ઉલ્લેખનિય છે કે, શિક્ષકોની 4200 ગ્રેડ પેની બહુ લાંબા સમયથી માંગણી હતી. ઉલ્લેખનિય છે કે, હાલ પ્રાથમિક શિક્ષકોને 2400 ગ્રેડ પે અને મુખ્ય શિક્ષકનો 4200 ગ્રેડ પે મળે છે. બંને ગ્રેડના શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ લાગૂ પડે તે અંગેનો વિવાદ હતા. આ માટે શિક્ષકોએ 4200 ગ્રેડ પેની માંગણી સાથે આંદોલન કર્યું હતું. આ પરિપત્ર જાહેર થતાં હવે પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર શિક્ષકોનું પ્રથમ, દ્વિતિય અને તૃતિય પગારધોરણ મળવાપાત્ર છે.
હવેથી મુખ્ય શિક્ષકોને 4200 ગ્રેડ પે મળતા પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 ત્યારબાદ દ્રિતિય પગાર ધોરણ 4400 અને તૃતિય પગાર ધોરણ 4600 મળશે. મુખ્ય શિક્ષકને 4600 સુધીનું મુખ્ય દ્રિતિય પગાર ધોરણ મળશે.
સરકાર દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં મુખ્ય શિક્ષકોને શૈક્ષણિક સંવર્ગ ગણવામાં આવ્યા છે. આ સંવર્ગ એકાકી હોવાથી પ્રાથમિક શિક્ષકો માટે મુખ્ય શિક્ષક બાદ પ્રમોશન માટે કોઇ જગ્યા નથી હોતી. આવા શિક્ષકોને અનુસુચિત મુજબ દ્રિતિય તૃતિય ઉચ્ચસ્તર ગ્રેડ પે મળવા પાત્ર છે. નોંધનિય છે કે, 2020 પછી પ્રાથમિક શાળામાં ભરતી થયેલા શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેના નિવારણના ભાગરૂપે આ પરિપત્ર સરકાર દ્રારા જાહેર કરવામાં આવ્યો છે.