પોલીસ સ્પેશિયલ એલાઉન્સ એફિડેવિટ મુદ્દે સરકાર આજે કરશે મોટી જાહેરાત, બપોરે મળશે ગૃહવિભાગની રિવ્યુ મીટિંગ
પોલીસ સ્પેશિયલ એલાઉન્સ મુદ્દે અગાઉ ડિસીપી, એસપી, એસડીપીઓ તથા એસએચઓને પોલીસકર્મીઓને સમજાવવા આદેશ કર્યો છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ તથા એલઆરડી માટે ભથ્થું જાહેર કરાયું છે.
ગાંધીનગરઃ પબ્લિક સિક્યૂરિટી અલાઉન્સમાં એફીડેવીટ કરવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે, માહિતી છે કે, આ જે બપોરે ફરી એકવાર પોલીસ સ્પેશિયલ એલાઉન્સ એફિડેવિટ મામલે ગુજરાત સરકાર બેઠક કરીને કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. હવે નારાજ પોલીસકર્મીઓને સમજાવવા માટે આજે બપોરે સરકારનું ગૃહવિભાગ આ મુદ્દે રિવ્યુ મીટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે. આ અંગે અગાઉ સરકારે સમજાવટ માટે એડિશનલ ડિજી લો એન્ડ ઓર્ડર નરસીમ્હા કોમારે તમામ કમિશનર, રેંજ આઈજી, એસપી તથા કમાંડંટને આદેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિવિધ પડતર મુદ્દાઓને લઇને સરકારને ઘેરી છે અને સરકાર આ મામલે એક પછી એક એક્શન લઇ રહી છે.
પોલીસ સ્પેશિયલ એલાઉન્સ મુદ્દે અગાઉ ડિસીપી, એસપી, એસડીપીઓ તથા એસએચઓને પોલીસકર્મીઓને સમજાવવા આદેશ કર્યો છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ તથા એલઆરડી માટે ભથ્થું જાહેર કરાયું છે.
દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે અરવિંદ કેજરીવાલે દ્વારકામાં સભા યોજી અને બાદમાં દ્વારકાધિશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજરોટમાં મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, મે જ્યારે ગુજરાતના પોલીસકર્મીઓને ગ્રેડ પેની ગેરેન્ટી આપી ત્યાર બાદ સરકારે ગ્રેડ પે તો આપ્યો પરંતુ થોડા ભથ્થા વધારવાની જાહેરાત કરી. હવે તેમની પાસે આંદોલન ન કરવા માટે સહીઓ લેવામાં આવી રહી છે. કેજીરીવાલે કહ્યું, હું પોલીસના જવાનોને અપીલ કરું છુ કે કોઈ સરકારને અંડરટેકિંગ ન આપો. ત્રણ મહિના બાદ જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે તમને ગ્રેડ પે આપવામાં આવશે અને કોઈ સરતો પણ માનવાની નહીં રહે. ગુજરાતનાં સરકારી કર્મચારીઓને ડરાવવામાં આવતા હોવાની પણ તેમણે વાત કરી.
આ પણ વાંચો............
Ravindra Jadeja Surgery: એશિયા કપમાં ઈજાગ્રસ્ત થનાર જાડેજાની સર્જરી સફળ રહી, પોસ્ટ કરી આપી આ જાણકારી
Asia Cup 2022: હવે ભારતની ફાઈનલની ટિકિટ પાકિસ્તાનના ભરોસે? ભારત માટે હવે એશિયા કપમાં આટલી છે તક