શોધખોળ કરો
Advertisement
ગુજરાતના 54 તાલુકાઓમાં નોંધાયો વરસાદ? કઈ જગ્યાએ ખાબક્યો ધોધમાર વરસાદ ? જાણો
ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજ 6 વાગ્યુ સુધી ગુજરાતના 54 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજ 6 વાગ્યુ સુધી ગુજરાતના 54 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયા હાટીનામાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયા હાટીનામાંમ માત્ર બે જ કલાકમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના ધરમપુરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો અને ડાંગના વઘઈમાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટના જામકંડોરણામાં 1.5 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 1.4 ઈંચ, ભાવનગરના મહુવામાં 1.4 ઈંચ, સુરતના ઓલપાડમાં 1.3 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 1.2 ઈંચ અને જામનગરના ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમરેલી જિલ્લાના બગસરાના કાગદડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ગામમાં પુર આવ્યું હતું. કાગદડીના કોઝવે પર પુરના પાણી ઓચરી ગયા હતાં. કોઝને પર વહેતા પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યાં હતાં.
મંળવારે સાંજે સુરેન્દ્રનગરના લિબંડીમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. લખતરમાં બે કલાકમાં અડધો ઈંચ વરસાદ નોંખાયો હતો. જ્યારે વઢવાણમાં 5 મીમી, ચોટીલામાં 5 મીમી, લખતરમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હજુ પણ વરસાદી માહોલ યથાવત રહશે. આ ઉપરાતં આજે પણ સૌરાષ્ટ્રના ઘણાં તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે.
જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાથી કેરીના પાકને નુકશાન થતાં સહાયની માંગ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાથી કેરીના પાકને નુકશાન થતાં સહાયની માંગ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર કચેરી મારફતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્ર પાઠવ્યું હતું. કેસર કેરીના હબ ગણાતા સોરઠ પંથકમાં નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે કેરી ખરી પડતાં ખેડૂતોને નુકશાન વેઠવું પડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement