શોધખોળ કરો

ઠંડીથી ખેડૂતોના મોતને લઈ AAPના ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યમાં ઠંડીના કારણે ખેડૂતોના મોતની ઘટનાને લઈ AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

ગાંધીનગર:  ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યમાં ઠંડીના કારણે ખેડૂતોના મોતની ઘટનાને લઈ AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. કિસાન સૂર્યોદય સહિત તમામ યોજના કાગળ પર હોવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતોને દિવસે ક્યારે વીજળી મળશે તેવા સવાલ કરી સરકાર પાસે જવાબ માગ્યો છે. 

ખેડૂતોની સમસ્યાને લઈ આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ ભાજપ સરકારને  આડેહાથ લીધી છે.  હાઈવે, એરપોર્ટની જેમ કેનાલનું પણ સરકાર ખાનગીકરણ કરશે તેવો દાવો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે,  મોટા કોર્પોરેટ હાઉસ કેનાલ ખરીદી લેશે અને ખેડૂતોને પાણી માટે પૈસા ચૂકવવા પડશે.  

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો.

ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં  વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે.  ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો  જોવા મળ્યાં. અહીં  ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી  વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં  ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
Advertisement

વિડિઓઝ

Porbanadar Crime News: પાર્ટી પ્લોટમાં સગીરા પર ગેંગરેપ | Abp Asmita | 25-7-2025
Shravan Month 2025: શિવાલયોમાં ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ | Abp Asmita | 25-7-2025
Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
Embed widget