શોધખોળ કરો
Advertisement
જૂનાગઢમાં 4 મહિના પહેલાં લવ મેરેજ કરનારા કપલની હાઈવે પર કુહાડી મારી હત્યા, છોકરો-છોકરી અલગ જ્ઞાતિનાં હતાં....
વંથલી કેશોદ હાઈવે પર એક દંપતીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે. ચાર મહિના અગાઉ આ યુગલે પ્રેમલગ્ન કર્યા હતા .
જૂનાગઢઃ વંથલીમાં ડબલ મર્ડરની ઘટના બની છે. વંથલી કેશોદ હાઈવે પર એક દંપતીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે. ચાર મહિના અગાઉ આ યુગલે પ્રેમલગ્ન કર્યા હતા અને તેના કારણે જ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ એસ.પી. સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
જૂનાગઢ જીલ્લાના વંથલી ગામે કેશોદ હાઈવે પર સમી સાંજે એક દંપતીની હત્યા કરવામાં આવી છે. સંજય રામશી રામ અને ધારાબેન સંજયભાઈ રામ બાઈક પર જૂનાગઢ તરફ આવી રહ્યા હતા, ત્યારે વંથલી નજીક હાઇવે પર બે અજાણ્યા બાઈક પર આવેલા શખ્સોએ કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને બન્ને પ્રેમી યુગલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ પ્રેમી યુગલ માંગરોળ નજીકના દરસાલી ગામના હોવાનું અને ચારેક મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
હત્યા પાછળનું કારણ પણ તેમના પ્રેમલગ્ન હોવાનું મનાય રહ્યું છે. સમગ્ર ઘટનામાં બાઈક ઉપર કુલ ત્રણ લોકો હતા, જેમાં સાથે મૃતકના એક મહીલા પરીવારે સમગ્ર ઘટના જોઈ હતી અને હત્યાની સમગ્ર ઘટનાની પોલીસને હકીકત આપી હતી, ત્યારે હત્યારાઓએ પ્રેમી યુગલને મારીને ફરાર થયા હતા, ત્યારે સાથે એક મહિલાને છોડી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બંને પતિ-પત્ની અલગ અલગ જ્ઞાતિના હતા અને નજરે જોનાર લોકોને પુછપરછ કરી હત્યારા કોણ હોઈ શકે તે દિશા માં તાપસ શરૂ કરી છે. ડબલ મર્ડરની ઘટનાને પગલે એસ.પી.સૌરભ સીંઘ તેમજ કેશોદ ડી.વાય.એસ.પી., એલ.સી.બી. સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement