Kutch: કચ્છમાં પ્રથમ વખત જોવા મળ્યું આ પક્ષી, જાણો ક્યા નામે ઓળખાય છે
વેલેન્ટીન મોટેઉ દ્વારા આ પક્ષીને અબુધાબીમાં ઘોરાડ પ્રજનન કેન્દ્રમાં ટેગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાકિસ્તાનમાં છોડવામાં આવ્યું હતું.
Kutch News: કચ્છમાં પ્રથમ વખત ટેગ કરાયેલ હોબારા બસ્ટાર્ડ નામનું પક્ષી જોવા મળ્યું છે. જે ગુજરાતીમાં ટીલોર અથવા મેકિનના ઘોરાડના નામથી ઓળખાય છે. અબુધાબીમાં ટેગ કરી પાકિસ્તાનમાં છોડાયેલું હોબારા બસ્ટાર્ડ પક્ષી બન્નીમાં જોવા મળ્યું છે.
વેલેન્ટીન મોટેઉ દ્વારા આ પક્ષીને અબુધાબીમાં ઘોરાડ પ્રજનન કેન્દ્રમાં ટેગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાકિસ્તાનમાં છોડવામાં આવ્યું હતું. આ પક્ષી શિયાળામાં કચ્છના બન્ની અને પાકિસ્તાનના વિસ્તારમાં જોવા મળતું હોય છે.
યુદ્ધગ્રસ્ત યુક્રેન અંગે વાત કરતાં જ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યાં પોપ ફ્રાંસિસ
રશિયા-યુક્રેન યુદ્ધ 10 મહિના પછી પણ અટક્યું નથી. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે, તો બીજી તરફ લાખો લોકો બેઘર બન્યા છે. યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી હતી. આ દરમિયાન, પોપ ફ્રાન્સિસ યુક્રેનની પરિસ્થિતિ વિશે વાત કરતી વખતે ભાવુક અને રડતા દેખાયા હતા.
પોપ મધ્ય રોમમાં સ્પેનિશ સ્ટેપ્સ પાસે પ્રાર્થના સેવામાં હાજરી આપી હતી જ્યાં તેમણે યુક્રેન અને યુદ્ધ વિશે વાત કરી હતી અને લાગણીશીલ થઈ ગયા હતા. ડેઈલીમેલના અહેવાલ અનુસાર, વાત કરતી વખતે પોપના ગળે ડૂમો બાજી ગયો અને ત્યાં હાજર લોકો સમજી ગયા કે તેઓ ભાવુક થઈ રહ્યા છે.
માનવતા માટે આ એક મોટી ખોટ છે
પોપને આટલા ભાવુક થતા જોઈને લોકોએ તાળીઓ પાડીને તેમને પ્રોત્સાહિત કર્યા અને ભાષણ પૂરું કરવા વિનંતી કરી. પોપ લગભગ 30 સેકન્ડ સુધી મૌન રહ્યા અને પછી યુક્રેનિયનો માટે પ્રાર્થના સાથે તેમનું ભાષણ પૂરું કર્યું. અહેવાલો અનુસાર, પોપે આ દરમિયાન કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ ખૂબ પીડાદાયક છે. માનવતા માટે આ એક મોટી હાર છે.
નાઝી ઓપરેશન સાથે સરખામણી
આ યુદ્ધની શરૂઆતથી, પોપ ફ્રાન્સિસ જાહેર સ્તરે યુક્રેનનો ઉલ્લેખ કરીને સતત મોસ્કોની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. ગયા બુધવારે, તેણેc યુક્રેનના યુદ્ધની તુલના નાઝી ઓપરેશન સાથે કરી હતી જેમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લગભગ 20 લાખ લોકો માર્યા ગયા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું કે યુક્રેન શહીદ થઈ ગયું છે અને પુતિન રાક્ષસી બની રહ્યા છે.