શોધખોળ કરો

Bullet Train Project: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં જમીન સંપાદનનુ કામ 100 ટકા પૂર્ણ, 8 જિલ્લાઓમાં કરાઇ કામગીરી

Bullet Train Project: ગુજરાતમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે

Bullet Train Project : ગુજરાતમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. રાજ્યના 8 જિલ્લાઓમાં જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઇ હતી. બીજી તરફ મહારાષ્ટ્રમાં ટેકનિકલ ખામીને કારણે બધી જમીનનું સંપાદન થઇ શક્યું નથી.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટેશનની કામગીરી, પિલર, સ્લેબ ટ્રેકનાં કામ ઝડપથી થઈ રહ્યાં છે. જો કે આ પ્રોજેક્ટ માટે સૌથી મોટો પ્રશ્ન જમીન સંપાદનનો હતો. પરંતુ ગુજરાતમાં આ કામ 100 ટકા પૂર્ણ થઇ ગયું છે તો અન્ય રાજ્યમાં જમીન સંપાદનનું કામ 99 ટકા પૂર્ણ થયું હતું. નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે રાજ્યના 8 જિલ્લામાં 951.14 હેક્ટર જગ્યા સંપાદિત કરાઈ છે.

ગુજરાતના આઠ જિલ્લાની 951.14 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. કઠોરની ૪.૯૯ હેક્ટર જમીનનું કોકડું ઉકેલાઈ જતાં તંત્રને હાશકારો થયો હતો. જિલ્લા પ્રમાણે જમીન સંપાદનની વિગત જોઇએ તો સુરતમાં ૧૬૦.૫૧ હેક્ટર, અમદાવાદમાં ૧૩૩.૨૯ હેક્ટર, ખેડામાં ૧૧૦.૨૫. હેક્ટર, આણંદ. ૫૨.૫૯ હેક્ટર, વડોદરામાં ૧૪૨.૩૦ હેક્ટર, ભરૂચમાં ૧૪૦:૩૨ હેક્ટર, નવસારીમાં ૮૮.૯૩ હેક્ટર, વલસાડમાં ૧૨૨.૯૫ હેક્ટર સાથે કુલ ૯૫૧:૧૪ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે.                

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે તેણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ કર્યું છે. ગુજરાતમાં જમીનનો છેલ્લો ભાગ સપ્ટેમ્બરમાં સુરત જિલ્લાના કઠોર ગામમાં સંપાદિત કરવામાં આવ્યો હતો. કુલ મળીને પ્રોજેક્ટ માટે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ૯૫૧.૧૪ હેક્ટર જમીન સંપાદિત કરવાની જરૂર છે.             

સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં પ્રોજેક્ટ માટે ૯૯.૯૫ ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. પડોશી મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે સંપાદિત કરાયેલ ૪૨૯.૭૧ હેક્ટરમાંથી, ૯૯.૮૩ ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ ૭.૯૦ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી હતી. સરકારની યોજના ૨૦૨૬ સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો શરૂ કરવાની છે.                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget