Nadiad: નડિયાદમાં નવજાત શિશુ તરછોડવા મામલે પોલીસને મોટી સફળતા
નડિયાદમાં નવજાત શિશુ તરછોડવા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ફક્ત બે જ કલાકમાં નડિયાદ પશ્ચિમ પોલીસે શિશુને તરછોડનાર મહિલાને ઝડપી પાડી છે. નડિયાની પોદાર સ્કૂલ પાસે આવેલ ઉમિયા કોલોનીમાંથી આ મહિલા મળી આવી છે.
ખેડા: નડિયાદમાં નવજાત શિશુ તરછોડવા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ફક્ત બે જ કલાકમાં નડિયાદ પશ્ચિમ પોલીસે શિશુને તરછોડનાર મહિલાને ઝડપી પાડી છે. નડિયાદ શહેરની પોદાર સ્કૂલ પાસે આવેલ ઉમિયા કોલોનીમાંથી આ મહિલા મળી આવી છે. નોંધનિય છે કે, આ મહિલાને શોધવા માટે પોલીસે ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 5-6 મહિના પહેલા ગર્ભવતી મહિલાને છોડીને પતિ ચાલ્યો ગયો હતો. પોલીસ તપાસમાં નડિયાદ શહેરમાં ડાકોર રોડ ઉપર માસીને ત્યાં ઝુપડામાં રહેતી હોવાનું મહિલાએ કબૂલ્યું હતું. ચાર દિવસ અગાઉ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકનો જન્મ થયો હતો. બાળકને હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે રખાયું છે. બાળક શારીરિક રીતે તંદુરસ્ત પણ મેડિકલ ચેકઅપમાં કમળાની અસર હોવાનું આવ્યુ બહાર આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, નડિયાદના માઇ મંદિર નજીક મળી નવજાત શિશુ આવ્યું હતું. 2-3 દિવસનુ નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. નવજાત શિશુ મળી આવતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. માઇ મંદિર નજીક જલ દર્શન ફ્લેટ પાસે કોઈ અજાણી મહિલા નવજાત શિશુને તરછોડી ચાલી ગઈ હતી. જે બાદ નડિયાદ પશ્ચિમ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો.........
Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ
Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર
Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન
Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત
5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો