શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ
પાકિસ્તાની એજન્સી દ્વારા ત્રણ બોટ સહિત 18 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
પોરબંદર: પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. જખૌ નજીક દરિયામાં ગુજરાતની ત્રણ બોટ અને 18 જેટલા માછીમારો માછીમારી કરતા હતા આ સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી. પાકિસ્તાની એજન્સી દ્વારા ત્રણ બોટ સહિત 18 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
પોરબંદરની એક બોટ અને ઓખાની બે બોટમાં 18 જેટલા માછીમારો જખૌ નજીક માછીમારી કરી રહ્યા હતા. આ સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની ટીમ આવી પહોંચી હતી. પાકિસ્તાની એજન્સી દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવતા આ મામલે ગુજરાતના માછીમારોમાં ફરી ફફડાટ ફેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી છે. જેમાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારો અપહરણ કરવામાં આવ્યું છે. 7 બોટ પોરબંદર અને 1 બોટ વેરાવળની હોવાનું અનુમાન હતું. ભારતીય બોટ ડીપ સીમાં ગયા હતા અને તે સમયે જ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમાર બોટનું અપહરણ કરાયું હતું.
ગુજરાતનો દરિયાકાંઠો સૌથી લાંબો છે. જ્યારે પાકિસ્તાન અવારનવાર ભારતીય જળસીમામાં ખોટી રીતે ઘૂસણખોરી કરીને માછીમારોનું અપહરણ કરે છે. ત્યારે નાપાક ઈરાદાઓના કારણે માછીમારો અને પરિવારજનોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion