શોધખોળ કરો

Teacher Protest: કાયમી ભરતીની માંગ કરનાર શિક્ષકોની ટીંગાટોળી,કર્મચારીમાં જોરદાર આક્રોશ

Teacher Protest: ગાંધીનગરમાં પ્રદર્શનકારી વ્યાયામ શિક્ષકો, પોલીસ વચ્ચે આજે ઘર્ષણના દ્રશ્યો સર્જ્યા હતા. વિરોધ પ્રદર્શન કરવા સચિવાલય પહોંચવાનો પ્રયાસ કરનારની અટકાયત પણ કરવામાં આવી હતી.

ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના કર્મચારીઓ જુદી જુદી પડતર માંગણીઓને લઇને શકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આરોગ્યકર્મી બાદ હવે વ્યાયામ શિક્ષકો પણ કાયમી ભરતીની માંગણી સાથે ઉગ્ર પ્રદર્શન કરી રહ્યાં છે.

વ્યાયામ શિક્ષકોનો આજે   કાયમી ભરતીની માંગણી સાથે આજે ગાંધીનગર સચિવાલય પહોંચીને રજૂઆત કરવાનો પ્લાન હતો જો કે  સચિવાલય ગેટ નં.1 પર પહોંચે તે પહેલા પ્રદર્શનકારીઓને અટકાવાયા હતા. પોલીસના કાફલાએ પ્રદર્શનકારીઓને રોકીને  અટકાયત શરૂ કરી છે. એક-એકને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા જો કે આ સમયે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કાયમી ભરતીની માંગણી કરી રહેલા શિક્ષકો સાથે પોલીસના વર્તનથી નારાજ કર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં NSUIના કાર્યકરો પણ આવ્યા છે અને   માગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર ન છોડવાની ચીમકી આપી છે.

ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 13 દિવસથી વ્યાયામ શિક્ષકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. નોંધનિય છે કે, રાજ્યમાં  છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. જેના કારણે શિક્ષકો 11 મહિનાના કરાર આધારિત યોજના હેઠળ કામ કરી રહ્યાં છે. આ શિક્ષકોના શોષણ સામે હવે વ્યાયામ શિક્ષકોએ સરકાર સામે  બાંયો ચઢાવી છે અને કામયી ભરતીની માંગણી કરી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, હાલ ગુજરાતમાં વ્યાયામના 1185 શિક્ષકો 11 મહિનાના કરાર આઘારિત  ભરતી મુજબ સેવા આવી રહયાં છે. લાંબા સમયથી કાયમી ભરતી ન થતાં વ્યાયામ શિક્ષકોનું ભાવિ ધુંધળું બન્યુ છે. જેથી શિક્ષકોએ હવે કાયમી ભરતી કરવાની માંગણી કરી છે. આજે કાળઝાળ ગરમીમાં મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર સચિવાયલ એકઠા થયા હતા અને સરકાર સામે કાયમી ભરતીને લઇને ઉગ્ર રજૂઆત કરી હતી જો કે શિક્ષકો સચિવાલય પહોંચે તે પહેલા જ પોલીસે તેમને હટાવવાના પ્રયાસ કર્યાં હતા. આ સમયે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકોએ માંગણી ન સંતોષાય ત્યાં સુધી અમુદ્ત હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget