શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં ફરી છવાયો વરસાદી માહોલ, સાંજના 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ છવાયો છે. આજે રાજ્યમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ છવાયો છે. આજે રાજ્યમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ, ખેડાના માતરમાં સવા બે ઇંચ વરસાદ જ્યારે સુરતના ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

 સુરતમાં વરસાદી માહોલ

આજે સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના મજુરા, અઠવા,વેસુ, ઉધના, વરાછા,સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. લાંબા સમય બાદ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ 

ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. પુરા શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ ભાવનગરમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં અડધા કલાકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સીદસર, વિરાણી સર્કલ, રીંગરોડ, સરદાર નગર, દિપક ચોક, મેન બજાર, કાળિયાબીડ, ભગવતી સર્કલ સહિતના શહેરી વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી.

તાપીમાં પણ વરસાદ પડ્યો   

તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમીધારે વરસાદ પડ્યો હતો. વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ પંથકમાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

અમરેલીમાં છવાયો વરસાદી માહોલ

અમરેલીના વડીયામાં વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમદાવાદમાં વરસાદી માહોલ

અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના હાઇકોર્ટ, ચાંદલોડિયા, પકવાન, પ્રહલાદનગર માં ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા

ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?

અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ

Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન

ABP Premium

વિડિઓઝ

Surat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલJaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp AsmitaGir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન

'પતિના વધતા સ્ટેટસના આધારે ભરણપોષણ ના માંગી શકે મહિલા', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું  કહ્યું?

CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ

Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી

Embed widget