Gandhinagar: ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાએ પોતાની જ સરકાર સામે બાયો ચડાવી, જાણો કેમ આપી કોર્ટમાં જવાની ચીમકી
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય રમણલાલ વોરાએ પોતાની જ સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. તેમણે પોતાના વિસ્તારના કામો નહિ થાય તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય રમણલાલ વોરાએ પોતાની જ સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. તેમણે પોતાના વિસ્તારના કામો નહિ થાય તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ભાજપ ધારાસભ્ય રમણ લાલ વોરા આક્રમક જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, જળ સંચયનો પ્રસ્તાવ આવ્યો છે પરંતુ જે તળાવમાં પાણી જ આવતું ન હોય તેના પાળા મજબૂત કરવાની વાત કરે છે. કેનાલ સાફ કરવાની વાત કરે છે પરંતુ મારા વિસ્તારમાં કોઈ કેનાલ સાફ કરવામાં આવી નથી.
વિભાગના એન્જીન્યરથી લઇ સચિવ સુધી અને મંત્રીથી લઇ મુખ્યમંત્રી સુધી મે રજુવાત કરી છે. જો મારા વિસ્તારના પ્રશ્નનું સમાધાન નહીં આવે તો હું કોર્ટ સુધી પણ જઈશ. હુ જ્યારે મંત્રી હતો ત્યારે વિસ્તારના કામ માટે હું કોર્ટમાં ગયો હતો. આમ ભાજપના નેતાઓ પોતાની જ સરકાર સામે બંડ પોકાર્યું છે.
કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું
તો બીજી તરફ ભાજપ ધારાસભ્ય રમણ લાલ વોરાની ચીમકી અંગે તે વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો કોઈ જગ્યાએ ગેરરીતિ ચાલતી હશે તો સભ્ય એમને રજુવાત કરે. હુ પોતે અધિકારીઓ સાથે સ્થળ પર જઈ તપાસ કરીશ.
ભુપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂરા
ગુજરાત રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. રાજ્યમાં ગત ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને રેકોર્ડ 156 બેઠક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે આજે ભુપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે ભુપેન્દ્ર પટેલની સરકારના 100ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારના 100 દિવસ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવશે. આજે નર્મદા હોલ- સ્વર્ણિમ સંકુલ ખાતે સાથ સહકાર અને સેવાના 100 દિવસની ઉજવાશે. સીએમ ભુપેન્દ્ર આજે આ અંગે સંબોધન કર્યું. આ ઉપરાંત સીએમ પટેલ સરકારના 100 દિવસની કામગીરી પણ વાત કરી. સરકારના વ્યાજ ખોરો સામેનું અભિયાન, ડ્રગ્સ રેકેટ ઝડપવાની તેમડ વિવિધ અભિયાન અંગે ચર્ચા કરી



















