શોધખોળ કરો

Teachers Day: સંગીતના સહયોગથી શિક્ષણ જગતમાં પ્રાણ પુરનાર, આ ગુજરાતના ટીચરની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

શિક્ષક દિવસ નિમિતે આ વર્ષે દેશભરમાંથી કુલ 50 શિક્ષકોને એવોર્ડ આપવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી ચંદ્રેશકુમાર બોરીસાગર અને આણંદની વડાલા સ્થિત હાઈસ્કુલના શિક્ષક વિનય શશિકાન્ત પટેલની પસંદગી કરવામાં આવી છે.

ગાંધીનગર: “પંખીડા તું ઉડીને જાજે ગામે ગામ રે...ગામના બાળકોને કહેજે ભણવા આવો રે..મારા દેશના બાળકો તમે ભણવા આવો રે.. વહેલા આવો, નિયમિત આવો, રોજે આવો રે..દેશના બાળકો રે તમે ભણવા આવો રે....” ગુજરાતના પ્રસિદ્ધ લોકગીતને શૈક્ષણિક લોકજાગૃતિ માટે આ રીતે ઉપયોગમાં લઇને, અમરેલીની બાઢડાપરા પ્રાથમિક શાળાના કાર્યકારી મુખ્ય શિક્ષક ચંદ્રેશકુમાર ભોલાશંકર બોરીસાગરે શિક્ષણ ક્ષેત્રે નવીનતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Teachers Day: સંગીતના સહયોગથી શિક્ષણ જગતમાં પ્રાણ પુરનાર, આ ગુજરાતના ટીચરની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રયત્નશીલ ચંદ્રેશકુમારે આવા અનેક નવીન પ્રયોગોથી બોરિંગ અને કષ્ટદાયક જણાતા શિક્ષણકાર્યમાં નવા પ્રાણ ફૂંકીને તેને રસપ્રદ બનાવ્યું છે. આ પ્રયોગોની હકારાત્મક અસર બાળકોના ઘડતરમાં જોવા મળી રહી છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેમના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે તેમને નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 આપવામાં આવશે. આ વર્ષે દેશભરમાંથી કુલ 50 શિક્ષકોને એવોર્ડ આપવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી ચંદ્રેશકુમાર બોરીસાગર અને આણંદની વડાલા સ્થિત હાઈસ્કુલના શિક્ષક વિનય શશિકાન્ત પટેલની પસંદગી કરવામાં આવી છે.

ગાયન, વાદન અને અભિનયથી હું શિક્ષણ સરળ બનાવું છું”

સંગીતની સાધના કરતા ચંદ્રેશકુમારે શિક્ષણ કાર્ય માટે કરેલા તેમના પ્રયોગો વિશે જણાવતા ક્હયું, “હું સંગીતમાં રસ ધરાવું છું અને સંગીતના માધ્યમથી શિક્ષણકાર્યને સરળ બનાવી દઉં છું. મેં બાઇક પર હરતી ફરતી શાળા બનાવીને ગીતોના માધ્યમથી શિક્ષણકાર્ય માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમાં સ્થાનિક લોકગીતોનો ઉપયોગ શિક્ષણના ગીતો તરીકે કર્યો હતો. વર્ગખંડમાં પણ સંગીતના ઉપયોગથી બાળકોને સમજાવવામાં ઘણી સફળતા મળી છે. ગાયન, વાદન અને અભિનયથી હું શિક્ષણ સરળ બનાવું છું કારણ કે સંગીત એ ગહન વિષયને સહજ બનાવી દે છે.”

Teachers Day: સંગીતના સહયોગથી શિક્ષણ જગતમાં પ્રાણ પુરનાર, આ ગુજરાતના ટીચરની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી સોનાનો સૂરજ ઉગ્યો”

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મહત્વ અંગે જણાવતા ચંદ્રેશકુમારે જણાવ્યું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી સોનાનો સૂરજ ઉગ્યો છે. આ નીતિમાં ચેપ્ટર 4.7 અંતર્ગત કલાના માધ્યમથી અધ્યયનને આનંદપ્રદ બનાવવાની વાત છે. ચેપ્ટર 4.8માં રમતગમતના માધ્યમથી શિક્ષણ અને બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરવામાં આવી છે. આ અભિગમથી હું જે ઇનોવેટિવ કાર્ય કરતો હતો તેને આગળ લઇ જવા માટે મને નવી ઊર્જા અને પ્રેરણા મળી છે. ભારતના સાંસ્કૃતિક મૂલ્યોને સાથે લઇને બાળકોના વર્તમાન અને ભવિષ્યને નિર્ધાર કરવાની દિશામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.  ”

Teachers Day: સંગીતના સહયોગથી શિક્ષણ જગતમાં પ્રાણ પુરનાર, આ ગુજરાતના ટીચરની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

કેરમબોર્ડની કુકરીઓ અને વૃક્ષની ડાળીઓ પર મૂળાક્ષર, શાળા પરિસરમાં સ્પીકર પર વાગે અંગ્રેજી કવિતા

બાઢડાપરા પ્રાથમિક શાળાના પરિસરમાં ભાષાને સાંભળીને શીખવાના અભ્યાસ તરીકે, વર્ગખંડની બહાર સ્પીકર પર અમુક સમયે અંગ્રેજી કવિતાઓ વગાડવામાં આવે છે. એ કવિતાઓ સાંભળીને બાળકો અંગ્રેજી ભાષા વધુ સારી રીતે શીખી રહ્યા છે. તે સિવાય વૃક્ષની ડાળીઓ અને કેરમની કુકરીઓ પર મૂળાક્ષરો લખીને નવીન પ્રયોગો કરવામાં આવ્યા છે. આ મૂળાક્ષરો બાળકોની નજરમાં પડે તો તેમના મસ્તિષ્કમાં તે સરળતાથી અંકિત થાય છે અને તે શીખવામાં પણ તેમને રસ પડે છે. બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ અને હોમવર્કમાં લેખન અને વાંચન સાથે સાંભળીને બોલવાનું અને અભિનયનું કાર્ય પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના આ પ્રયોગોથી સારા પરિણામો જોવા મળી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
Embed widget