શોધખોળ કરો

રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી, પાર્ટી પ્લોટ અને ક્લબના ગરબાને લઈ શું લીધો મોટો નિર્ણય, જાણો

રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ અપાઈ છે.

ગાંધીનગર:  રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ અપાઈ છે. શેરી ગરબામાં 400 લોકોને છૂટ આપવામાં આવી છે. પાર્ટી પ્લોટ, ક્લબ કે કોર્મશિયલ રીતે નવરાત્રિની ઉજવણી નહી થઈ શકે. દુર્ગા પુજા, વિજ્યા  દશમી, શરદ પૂર્ણિમાના આયોજનને મંજૂરી મળી છે.

રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.   મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે ગૃહ રાજ્ય મંત્રી   હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રીએ લીધેલા આ નિર્ણયો અનુસાર રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તારાખ રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તારીખ ૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.

રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.  આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી  અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

લગ્ન પ્રસંગોમાં  અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે.  આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના  બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે.   આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. રાજ્યમાં  પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ. 

અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.  રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે.  રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો, બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
Embed widget