શોધખોળ કરો

ગીર સોમનાથના આ શહેરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, આનંદ બજાર પાણીમાં ગરકાવ

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં ચાર કલાકમાં ચાર ઇંર વરસાદ ખાબક્યો હતો.  ઉના, તાલાલા, કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઉનાના આનંદ બજારમાં  પાણી ભરાયા હતા. આનંદ બજારમાં  પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તાલાલાના ધાવા, અમરવેલ, સુરવા,માધુપુર ગામોમાં વરસાદ વરસ્યો હતો.

ગીર સોમનાથના આ શહેરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, આનંદ બજાર પાણીમાં ગરકાવ

બીજી તરફ સૂત્રાપાડામાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. કોડીનારના અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કોડીનારમાં પણ વરસાદથી ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. ગની બજાર, આનંદ બજાર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. સુત્રાપાડામાં પણ 3 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.  

અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ

ભારે વરસાદના કારણે અમદાવાદમાં AMCનો પ્રિમોન્સૂન પ્લાન નિષ્ફળ રહ્યો હતો. અમદાવાદના કોતરપુરમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદના નિકોલમાં અઢી ઈંચ, મેમકો અને નરોડામાં બે બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ચાંદખેડામાં બે ઈંચ , કઠવાડામાં દોઢ ઈંચ, સાયન્સસિટી વિસ્તારમાં એક ઈંચ વરસ્યો હતો. અમદાવાદના બાપુનગરમાં પડેલા ધોધમાર વરસાદે અનેક સોસાયટીની મુશ્કેલી વધારી હતી. વૈશાલી ફ્લેટના રસ્તાઓની સાથે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા હતા. ફ્લેટના અંદાજે 600 રહીશો પાણી ભરાવાના કારણે પરેશાન છે.

ધોધમાર વરસાદના કારણે અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રસ્તા પર ભરાયેલા પાણીનો નિકાલ ન થતા લોકોએ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા હતા. તો રખિયાલના અજીત મીલ પાસેના મુખ્ય રસ્તા પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદના નિકોલમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ગોપાલ ચોકથી શુકન ચાર રસ્તા પાસેના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તા પર આવેલી દુકાનને વેપારીઓએ બંધ રાખવાની ફરજ પડી હતી. અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા હતા.

સુરતમાં  પણ ધોધમાર વરસાદ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. રસ્તાની સાથે શ્રીરામ નગર સહિતની સોસાયટીઓમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીનો નિકાલ ન થતો હોવાથી વાહન ચાલકોને પણ તકલીફ પડી હતી. વધુ વરસાદ પડે તો લોકોના ઘરમાં પાણી ઘૂસવાનો ખતરો છે.

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા હતા. રાજયમાં પંચાયત હસ્તક કુલ 17 રોડ બંધ થયા હતા. સુરત જિલ્લામાં 11 રોડ, વલસાડ જિલ્લામાં બે રોડ, તાપી અને પંચમહાલ જિલ્લામાં એક-એક રોડ બંધ કરાયો હતો. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પણ એક-એક રોડ બંધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
Embed widget