શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા, જાણો ક્યાં અનુભવાયા આ આંચકા
આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.9ની હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરબીથી 24 કિમી દૂર હતું.
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા છે. બે આંચકા તાલાલા અને એક આંચકો મોરબીમાં નોંધાયો છે. તાલાલામાં સૌ પ્રથમ રાત્રે 1.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી દૂર હતું.
જ્યારે બીજો ભૂકંપનો આંચકો તાલાલામાં વહેલી સવારે 5.52 કલાકે 2.0ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિમી દૂર હતું.
જ્યારે ત્રીજો ભૂકંપનો આંચકે સવારે 6.57 કલાકે મોરબીમાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.9ની હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરબીથી 24 કિમી દૂર હતું.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કીમી દૂર નોંધાયું હતું. સુરત અને ભરૂચની સાથે ખેડા, ડાકોર, ઠાસરા, હાલોલ, માંગરોળ, માંડવી, બારડોલી, ઉમરપાડા, ઓલપાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલોલમાં 3 સેકેન્ડ સુધી ધરાધ્રૂજી હતી. તો પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વડોદરાના સાવલી તાલુકામાં 2થી 4 સેકન્ડ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement