શોધખોળ કરો

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદઃ એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોર્થ ઓડિશા અને ઝારખંડ પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ રહી છે, તેવી જ રીતે ઉત્તર પ્રદેશ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ આવી રહી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે. મહત્વની વાત એ છે કે, 30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતાં મોરબી, જામનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થાય તેવી સંભાવના છે. જેથી કુલ મળીને આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના છે. 31 જૂલાઈ બાદ એક લો પ્રેશર એરિયા સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં બનશે. જેના બે-ત્રણ દિવસ બાદ એટલે કે 2 અને 3 ઓગસ્ટે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. અત્યાર સુધી અમદાવાદમાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી 28 અને 29 જૂલાઈએ અમદાવાદ અને ગાંધીનગરથી મધ્ય ગુજરાત તરફ પણ સારો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, તેમજ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ આગામી 5 દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
પ્રજાને ધક્કા ન ખવડાવો, કામ થતું હોય તો તરત કરો, નહીંતર ના પાડો: સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના
પ્રજાને ધક્કા ન ખવડાવો, કામ થતું હોય તો તરત કરો, નહીંતર ના પાડો: સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Embed widget