શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના કયા ચાર જિલ્લા છે જ્યાં માત્ર 50થી ઓછા એક્ટિવ કેસ છે? આ જિલ્લો ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત?
ગુજરાતના ચાર એવા જિલ્લા છે જેમાં 50થી પણ ઓછા એક્ટિવ કેસ છે. જેમાં ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લામાં મૃત્યુ આંક પણ બહુ ઓછો છે.
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1379 નવા કેસ નોંધાયા છે જ્યારે 14 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. પરંતુ ગુજરાતના ચાર એવા જિલ્લા છે જ્યાં માત્ર 50થી ઓછાં કેસ એક્ટિવ છે. આ તમામ માહિતી https://gujcovid19.gujarat.gov.in/ પરથી લેવામાં આવેલ છે.
ગુજરાતના ચાર એવા જિલ્લા છે જેમાં 50થી પણ ઓછા એક્ટિવ કેસ છે. જેમાં ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લામાં મૃત્યુ આંક પણ બહુ ઓછો છે.
પોરબંદર જિલ્લામાં હાલ ફક્ત 23 જ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા છે. ડાંગ જિલ્લામાં 26 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી એક મોત નિપજ્યું નથી. તાપી જિલ્લામાં 36 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર ને માત્ર 13 જ એક્ટિવ કેસ છે જ્યારે 5 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે.
રાજકોટમાં કોરોનાનો પ્રકોપ વધતા આરોગ્ય સચિવ જયંતિ રવિ ફરી રાજકોટ દોડતા થયા છે. રાજકોટમાં સતત કોરોના પોઝિટિવ કેસો અને મોતના આંકડામાં વધારો જોવા મળતા આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટ પહોંચ્યા છે. જયંતિ રવિએ સિવિલ મેડિકલ કોલેજમાં બેઠકોનો દોર શરૂ કરી સ્થિતિની સમીક્ષા કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion