શોધખોળ કરો
Advertisement
દૂધસાગર ડેરીના ચેરમેન કોણ બનશે? આજની સામાન્ય સભામાં થશે નક્કી
નિયામક મંડળીની 15 બેઠકોની ચૂંટણીમાં 13 બેઠક પર પરિવર્તન પેનલની જ્યારે માત્ર 2 બેઠકો પર વિપુલ ચૌધરીની વિકાસ પેનલની જીત થઈ હતી.
દૂધસાગર ડેરીની આજે ચેયરમેન અને વાઈસ ચેયરમેનની ચૂંટણી આજે યોજાશે. દૂધસાગર ડેરીમાં ચેયરમેન તરીકે અશોક ચૌધરીનું નામ નિશ્ચિત છે. ચૂંટણી અધિકારી સી. સી. પટેલની અધ્યક્ષતામાં સવારે 10 વાગે બોર્ડની બેઠક મળશે.
15 ચૂંટાયેલા સભ્યો અને 3 સરકારી પ્રતિનિધિ મત આપશે જેમાં 1 MD, 1 રજિસ્ટ્રાર અને 1 ફેડરેશન મળી કુલ 18 સભ્યો મત આપશે. નિયામક મંડળીની 15 બેઠકોની ચૂંટણીમાં 13 બેઠક પર પરિવર્તન પેનલની જ્યારે માત્ર 2 બેઠકો પર વિપુલ ચૌધરીની વિકાસ પેનલની જીત થઈ હતી.
અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે. 12 ગોળ ચૌધરી સમાજમાંથી આવે છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચુક્યા છે. મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચુક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી. મહિલા સ્વાવલંબન યોજના સમિતિના હાલ સભ્ય છે. દૂધ સાગર ડેરીમાં ગત ટર્મમાં ડિરેક્ટર હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement