અલવરમાં દબાણ બતાવી 300 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું, બચાવમાં કોંગ્રેસે આ કારણ બતાવ્યું
Alwar temple demolition : આ મંદિરોમાં ભગવાન શિવ, હનુમાનજી અને અન્ય અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક મંદિર 300 વર્ષ જૂનું હતું.
Alwar, Rajasthan : હાલમાં જ રાજસ્થાનના અલવરના રાજગઢમાં ત્રણ મંદિરો તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. આ મંદિરોમાં ભગવાન શિવ, હનુમાનજી અને અન્ય અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ હતી. જે ખંડિત થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિર તોડી પાડવા દરમિયાન સ્થાનિક લોકોએ વિરોધ કર્યો ત્યારે પોલીસે બળપ્રયોગ કરીને સ્થાનિક લોકોને રસ્તા પરથી હટાવ્યા હતા.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક મંદિર 300 વર્ષ જૂનું હતું.
હિન્દૂ સંગઠનોએ વિરોધ કર્યો
બીજી બાજુ, અલવરના અધિકારીઓનું કહેવું છે કે આ મંદિરો વિકાસમાં અવરોધ બની રહ્યા હતા, તેથી આ કાર્યવાહી કરવી પડી. આ મંદિરના તોડવા બાદ જ્યાં સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી, ત્યાં હિન્દુ સંગઠનો પણ ગુસ્સે થયા હતા. હિંદુ સંગઠનોએ પોતાનો વિરોધ વ્યક્ત કરતા રાજગઢના ધારાસભ્ય જોહરી લાલ મીણા, એસડીએમ કેશવ કુમાર મીણા અને પાલિકાના EO બનવારી લાલ મીણા સામે ષડયંત્ર રચીને રમખાણો ભડકાવવાનો આરોપ લગાવીને પોલીસને લેખિત ફરિયાદ આપી છે, પરંતુ હજુ સુધી આ મામલામાં પોલીસે એફઆઈઆર નોંધી નથી.
ભાજપે ગેહલોત સરકાર પર કર્યા પ્રહાર
રાજસ્થાનના રાજગઢ, અલવરમાં ત્રણ મંદિરો તોડી પાડવાના મામલા બાદ ભારતીય જનતા પાર્ટી રાજ્યની સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરી રહી છે. અલવરના સરાય મોહલ્લામાં સ્થિત 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડવાથી નારાજ ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસને પૂછ્યું કે શું આ ધર્મનિરપેક્ષતા છે?
BJPના IT સેલના પ્રભારી અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું- રાજસ્થાનના અલવરમાં વિકાસના નામે 300 વર્ષ જૂનું શિવ મંદિર તોડી પાડવામાં આવ્યું... કરૌલી અને જહાંગીરપુરીમાં આંસુ વહાવવા અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી- આ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે.
Ancient 300 year old, revered Shiv temple demolished in the name of development in Alwar, Rajasthan.
— Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) April 22, 2022
But the Rajasthan govt owes no explanation to anyone because this was a "Secular" demolition!!#CommunalCongress pic.twitter.com/ps4na6EdtI
બચાવમાં કોંગ્રેસે આ કારણ બતાવ્યું
અલવરના રાજગઢમાં ત્રણ મંદિરો તોડવાના મામલામાં રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાએ ભાજપના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે મંદિર તોડવાનો આદેશ વસુંધરા રાજ્યના શાસન દરમિયાન જ આપી દેવામાં આવ્યો હતો, તેથી અમારા પર આરોપ લગાવવો ખોટું છે.
કોંગ્રેસનો આ પલટવાર ભાજપની એ ટિપ્પણી પર કરવામાં આવ્યો છે જેમાં મંદિર પર બુલડોઝર ચલાવવાને હિંદુ આસ્થા સાથે જોડવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે મંદિર તોડીને હિંદુઓની આસ્થા સાથે રમત રમાઈ રહી છે.