શોધખોળ કરો
Advertisement
397 વર્ષ બાદ આજે આકાશમાં દેખાશે અદભૂત નજારો, ગુરુ અને શનિ ગ્રહ આવશે એકબીજાની સૌથી નજીક
અંતરિક્ષ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે અમારા સૌરમંડળમાં બે મોટા ગ્રહો નજીક આવવુ દુર્લભ નથી. ગુરુ ગ્રહ પોતાના પોડાશી શનિ ગ્રહની પાસે પ્રત્યેક 20 વર્ષ બાદ ગુજરે છે
નવી દિલ્હીઃ સૌરમંડળમાં આજે સાંજે એક મોટી ખગોળીય ઘટના જોવા મળશે. બે મોટા ગ્રહો ગુરુ અને શનિ એકબીજાની એકદમ નજીક આવી જશે. આ બન્ને ગ્રહ આ પહેલા 17મી સદીમા મહાન ખગોળીય ગૈલીલિયોના જીવનકાળમાં આટલા નજીક આવ્યા હતા, આ સામાન્ય રીતે પણ જોઇ શકાય છે.
અંતરિક્ષ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે અમારા સૌરમંડળમાં બે મોટા ગ્રહો નજીક આવવુ દુર્લભ નથી. ગુરુ ગ્રહ પોતાના પોડાશી શનિ ગ્રહની પાસે પ્રત્યેક 20 વર્ષ બાદ ગુજરે છે, પરંતુ આટલા નજીક આવવુ ખાસ છે. વૈજ્ઞાનિકો અનુસાર બન્ને ગ્રહોની વચ્ચે માત્ર 0.1 ડિગ્રીનુ અંતર રહી જશે.
હવામાન જો બરાબર રહે છે તો આ આસાનથી સૂર્યાસ્ત બાદ દુનિયાભરમાં જોઇ શકાશે. આ ઘટના 21 ડિસેમ્બર 2020એ થવા જઇ રહી છે. આ વર્ષનો સૌથી નાનો દિવસ માનવામાં આવે છે.
વાંદરબિલ્ટ વિશ્વવિદ્યાલયમાં ખગોળશાસ્ત્રના પ્રૉફેસર ડેવિડ વેબટ્રૉબે કહ્યું - મારુ માનવુ છે કે એ કહેવુ ઉચિત રહેશે કે આ ઘટના સામાન્ય રીતે કોઇ વ્યક્તિના જીવનમાં એકજ વાર ઘટે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઇ, 1623માં બન્ને ગ્રહો આટલા નજીક આવ્યા હતા, પરંતુ સૂર્યના નજીક હોવાના કારણે તેમને જોવા લગભગ અસંભવ હતુ. વળી, આ પહેલા માર્ચ, 1226માં બન્ને ગ્રહો નજીક આવ્યા હતા તે સમયે આ ઘટના જોવી સંભવ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion