શોધખોળ કરો

Andhra College Scandal: એન્જિનિયરિંગ કૉલેજના ગર્લ્સ વૉશરૂમમાં CCTV કૅમેરા, બનાવ્યા 300 વીડિયો, વિદ્યાર્થિનીઓના આક્ષેપથી હોબાળો

Gudlavalleru College Scandal: કૉલેજમાં હંગામો મચાવનાર ગર્લ સ્ટુડન્ટ્સે જણાવ્યું હતું કે છૂપા કેમેરામાંથી 300 થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને કથિત રીતે બોયઝ હોસ્ટેલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Andhra College Scandal Latest News: આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં સ્થિત ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાંથી એક છુપો કેમેરો મળી આવ્યો છે. આ કેમેરા વડે બનાવેલા કેટલાક વીડિયો વિદ્યાર્થીઓમાં કથિત રીતે વાયરલ થયા બાદ હવે વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો છે.

હિડન કેમેરાની જાણ થતાં વિદ્યાર્થીઓએ આ અંગે પોલીસમાં કેસ પણ નોંધાવ્યો હતો, જે બાદ પોલીસે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, કોલેજ હોસ્ટેલમાં ટોઇલેટની અંદર રાખવામાં આવેલો આ કેમેરો એક વિદ્યાર્થિનીને મળી આવ્યો હતો, જે બાદ વિદ્યાર્થિનીઓએ ગુરુવારે રાત્રે (29 ઓગસ્ટ 2024) વિરોધ કર્યો હતો અને કેમ્પસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને ગોપનીયતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

વિદ્યાર્થિનીઓની માંગ - આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે

વિદ્યાર્થિઓના જણાવ્યા અનુસાર, આ છુપાયેલા કેમેરામાંથી કથિત રીતે 300 થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને કથિત રીતે બોયઝ હોસ્ટેલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે જ વિદ્યાર્થિનીઓએ આ વીડિયો પોસ્ટ કરીને વાયરલ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. વિરોધ વચ્ચે પોલીસને મામલાની જાણ કરવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે અંતિમ વર્ષના વિદ્યાર્થીની અટકાયત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે કેમેરા લગાવવામાં સામેલ હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને વધુ તપાસ ચાલી રહી છે.

કોલેજ પ્રશાસને કેમેરા હોવાનો ઇનકાર કર્યો હતો

જોકે, કોલેજ પ્રશાસને દાવો કર્યો હતો કે ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ છૂપો કેમેરા મળ્યો નથી. તે પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છે. તેમણે કેમ્પસમાં વધારાના સુરક્ષા પગલાં લેવાનું પણ વચન આપ્યું છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે તેઓએ વિદ્યાર્થિનીઓ અને કોલેજના સ્ટાફની હાજરીમાં આરોપીઓના લેપટોપ, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરી છે અને કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી. વધુ તપાસ ચાલુ છે. જો કે, વિદ્યાર્થિનીઓના આક્ષેપ બાદ તેમની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો...

Dowry: 'લગ્નમાં ભેટ આપવી ગુનો નથી', દહેજ અધિનિયમની કલમ 6 પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણAmbaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાંSurat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy RainChhattisgarh Online faurd |  ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ, ક્યાંથી થતું હતું આખું નેટવર્ક ઓપરેટ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ
ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ
PM આવાસમાં નાના મહેમાનનું આગમન, પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો વીડિયો
PM આવાસમાં નાના મહેમાનનું આગમન, પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો વીડિયો
Embed widget