શોધખોળ કરો

CAA માં જિલ્લા સ્તરે બનશે એમ્પાવર્ડ કમિટી, નાગરિકતાને લઇને નિર્ણય લેવાનો અધિકાર

CAA Rules: CAA લાગુ થયા બાદ એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે. જે દરેક જિલ્લામાં કામ કરશે

CAA Rules: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે સાંજે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ સાથે કાયદો સમગ્ર દેશમાં લાગુ થઇ ગયો છે. આ સાથે, 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવેલા પાડોશી દેશોના લઘુમતીઓ ભારતીય નાગરિકતા લઈ શકશે. એક જાણકારી અનુસાર CAA લાગુ થયા બાદ એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે. જે દરેક જિલ્લામાં કામ કરશે અને સમિતિ જ નક્કી કરશે કે અરજદારને નાગરિકતા આપવી કે નહીં.

એવું કહેવામાં આવી રહ્યું છે કે CAA લાગુ થયા બાદ હવે દરેક જિલ્લામાં એમ્પાવર્ડ કમિટી કામ કરશે. જેમાં કેટલાક નિષ્ણાત સભ્યો હશે અને નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિએ આ સભ્યો સમક્ષ હાજર થવું પડશે. સરકાર દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સ્તરે પણ સમિતિની રચના કરવામાં આવશે

રાજ્ય સ્તરે ડાયરેક્ટ સેન્સસ આ પ્રક્રિયાનું નેતૃત્વ કરશે. આ સમિતિમાં ઈન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી સેક્રેટરી સ્તરના અધિકારીઓ, FRROના અધિકારીઓ, રાજ્ય માહિતી અધિકારી, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ પણ હશે.

એમ્પાવર્ડ કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે

જિલ્લા સ્તરે એક એમ્પાવર્ડ કમિટીની રચના કરવામાં આવશે જે તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે. અરજદારોની ચકાસણી જિલ્લા સ્તરે કરવામાં આવશે અને તેઓએ ભારતીયતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અંગે ચોક્કસ ફોર્મ ભરવાનું રહેશે. આ સમિતિ નક્કી કરશે કે અરજદારને ભારતીય નાગરિકતા આપવામાં આવે કે નહીં. આ નોટિફિકેશનમાં સૌથી મહત્વની વાત એ છે કે જિલ્લા સ્તરે આ કમિટી પાસે જ એ નક્કી કરવાનો અધિકાર હશે કે અરજદારોને ભારતીય નાગરિકતા આપવી જોઈએ કે નહીં.

સરકારે 2019માં કાયદામાં સુધારો કર્યો હતો

વર્ષ 2019માં કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતી (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર, નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.                                                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget