Congress Alleges: 'ભારત જોડો યાત્રા'માં ઉતર્યા જાસુસોના ધાડે ધાડા? IB પણ સક્રિય? કોંગ્રેસના ગંભીર આરોપ
જયરામ રમેશે કહ્યું હતું કે, યાત્રામાં કોઈ જ બાબત ગુપ્ત નથી. આ સાથે મોદી અને શાહનું નામ લીધા વિના ટોણો માર્યો હતો કે 'બે લોકો' નારાજ છે.
Congress Allegation: કોંગ્રેસે ગંભીર મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે વાતચીત કરનારા લોકોની IB પૂછપરછ કરી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે, તપાસ એજન્સી IB યાત્રામાં સામેલ થનારા લોકો પાસેથી રાહુલ ગાંધીને આપવામાં આવેલા મેમોરેન્ડમની નકલ માંગી રહી છે. આ સિવાય કોંગ્રેસના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું.
જયરામ રમેશે કહ્યું હતું કે, યાત્રામાં કોઈ જ બાબત ગુપ્ત નથી. આ સાથે મોદી અને શાહનું નામ લીધા વિના ટોણો માર્યો હતો કે 'બે લોકો' નારાજ છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, આઈબી એવા ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે જેમણે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી. ડિટેક્ટિવ્સ તમામ પ્રકારના પ્રશ્નો પૂછે છે અને તેમની પાસે સબમિટ કરવામાં આવેલા મેમોરેન્ડમની નકલ માંગે છે. મુલાકાત વિશે કંઈ ગુપ્ત નથી પરંતુ સ્પષ્ટપણે મોદી અને શાહ (જી2) નર્વસ છે!
IB has been interrogating a number of people who have interacted with @RahulGandhi during #BharatJodoYatra. The spooks have been asking all sorts of questions & also wanting copies of memoranda submitted to him.There’s nothing secretive about the Yatra but clearly G2 are rattled!
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 25, 2022
ભારત જોડો યાત્રામાં શંકાસ્પદ લોકો કરી રહ્યાં છે આંટાફેરા
આ ઉપરાંત કોંગ્રેસના નેતા વૈભવ વાલિયાએ 23 ડિસેમ્બરે ગુરુગ્રામની બાજુમાં આવેલા સોહનામાં પોલીસને ફરિયાદ કરી હતી કે કેટલાક લોકો શંકાસ્પદ રીતે ફરતા અને ભારત જોડો યાત્રા કેમ્પમાં કન્ટેનર ચેક કરતા જોવા મળ્યા હતા. તેણે ટ્વીટ કર્યું હતું કે, 23 ડિસેમ્બરની સવારે કેટલાક અનધિકૃત લોકો અમારા એક કન્ટેનરમાં પ્રવેશ્યા અને તેમાંથી બહાર નીકળતા પકડાયા હતાં. મેં ભારતીય મુસાફરો વતી સોહના સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆરની નકલ પણ તેમણે દેખાડી હતી. તેમણે કહ્યું હતું કે, અનૌપચારીક રીતે મને જાણવા મળ્યું છે કે, તે રાજ્યના ગુપ્તચર અધિકારી હતા.
Dirty tricks of double engine government https://t.co/5Kd34H89Dn
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 25, 2022
વિરામ બાદ આવતા વર્ષે ભારત જોડો યાત્રા શરૂ થશે
તમિલનાડુથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા નવા વર્ષમાં 3 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં પ્રવેશવાની છે. જેના માટે મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે. આ યાત્રાને યુપીમાં મોટા પાયે સફળ બતાવવા માટે કોંગ્રેસે ખાસ રણનીતિ તૈયાર કરી છે. કોંગ્રેસ યુપીમાં તેની ભારત જોડો યાત્રામાં અખિલેશ યાદવ, માયાવતી, જયંત ચૌધરીને પણ આમંત્રણ આપશે. એટલું જ નહીં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે ઓમ પ્રકાશ રાજભરને પણ આમંત્રણ મોકલ્યું છે.