શોધખોળ કરો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નવું સરનામું, દિલ્હીના પૂર્વ સીએમના બંગલામાં થશે શિફ્ટ

Rahul Gandhi House: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં નવા બંગલામાં શિફ્ટ થવા જઈ રહ્યા છે આ 3 BHK બંગલો દક્ષિણ દિલ્હીના નિઝામુદ્દીન ઈસ્ટ કોલોનીમાં આવેલો છે.

Rahul Gandhi House: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ટૂંક સમયમાં નવું ઘર મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી માટે નવા ઘરની શોધ પૂરી થઈ ગઈ છે. તેઓ ટૂંક સમયમાં તેમાં શિફ્ટ થઈ શકે છે. રાહુલ ગાંધી જ્યાં શિફ્ટ થવા જઈ રહ્યા છે તે ઘર કોંગ્રેસના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી દિવંગત શીલા દીક્ષિતનું છે.

એવી સંભાવના છે કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં શીલા દીક્ષિતના નિઝામુદ્દીન ઈસ્ટ બંગલોમાં શિફ્ટ થઈ શકે છે. અત્યાર સુધી આ ઘરમાં શીલા દીક્ષિતનો દીકરો સંદીપ દીક્ષિત રહેતો હતો, પરંતુ હવે તે તેની પાસેના તેની માસીના ઘરે શિફ્ટ થવા જઈ રહ્યો છે.

રાહુલ ગાંધીને બંગલો ગમ્યો છે - સૂત્રો

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીને આ ઘર પસંદ આવ્યું છે અને તેઓ ભાડા પર રહેવા માટે પણ રાજી થયા છે. મતલબ કે રાહુલ ગાંધી હવે ભાડાના મકાનમાં રહેશે. રાજનીતિમાં આવ્યા બાદ આ પહેલીવાર હશે જ્યારે તેઓ ભાડાના મકાનમાં રહેવા જઈ રહ્યા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સૂત્રોએ પુષ્ટિ કરી છે કે રાહુલ ગાંધીની ટીમ અઠવાડિયા પહેલા મકાન જોવા ગઈ હતી અને તેમને પણ તે ગમ્યું હતું. સંદીપ દીક્ષિત બીજા ઘરમાં જવાના હોવાથી રાહુલ ગાંધી હવે આ ઘરમાં શિફ્ટ થઈ શકે છે. હાલમાં અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

રાહુલ ગાંધીએ સરકારી મકાન ખાલી કર્યું હતું

તે જ વર્ષે ગુજરાતની કોર્ટે 2019માં મોદીની અટક અંગેના નિવેદન બદલ રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિ માટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી, જે બાદ કોંગ્રેસ નેતાને લોકસભાની સદસ્યતા ગુમાવવી પડી હતી. લોકસભાની સદસ્યતા ગુમાવ્યા પછી, રાહુલ ગાંધીને તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાની નોટિસ મળી હતી, ત્યારબાદ તેમણે 12, તુગલક લેના બંગલો ખાલી કર્યો હતો. હાલમાં તેઓ તેમની માતા સોનિયા ગાંધી સાથે 10, જનપથ રોડ સ્થિત નિવાસસ્થાને રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, ,આ 6 જિલ્લામાં રેડ તો  12 જિલ્લામાં અપાયું ઓરેંજ  એલર્ટ

AhmedabadRain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ, ભરાયા પાણી

Gujarat Rain: આણંદ,  ભરૂચ,  વડોદરા અને સુરતમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી 

Narmada:મૂશળધાર વરસાદ,2 કલાકમાં 5 ઇંચ ખાબક્યો,લાછરસ ગામ જળમગ્ન થતાં સંપર્ક વિહોણું
Narmada:મૂશળધાર વરસાદ,2 કલાકમાં 5 ઇંચ ખાબક્યો,લાછરસ ગામ જળમગ્ન થતાં સંપર્ક વિહોણું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Congress Protest | ગુજરાતમાં કોંગ્રેસ વધુ આક્રમક | હવે રાજકોટમાં કયા મુદ્દે કાઢી રેલી?Umarpada River Flood | ઉમરપાડામાં આભ ફાટ્યું | 2 જ કલાકમાં ખાબક્યો 10 ઇંચ વરસાદ, વીરા નદી ગાંડીતૂરGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 68 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મોડાસામાં પોણા 4 ઇંચGujarat Rain | Narmada Rain | નર્મદાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું | મંદિર-ઘરોમાં ઘૂસી ગયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, ,આ 6 જિલ્લામાં રેડ તો  12 જિલ્લામાં અપાયું ઓરેંજ  એલર્ટ
Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, ,આ 6 જિલ્લામાં રેડ તો 12 જિલ્લામાં અપાયું ઓરેંજ એલર્ટ
AhmedabadRain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ, ભરાયા પાણી
AhmedabadRain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ, ભરાયા પાણી
Gujarat Rain: આણંદ,  ભરૂચ,  વડોદરા અને સુરતમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી 
Gujarat Rain: આણંદ,  ભરૂચ,  વડોદરા અને સુરતમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી 
Narmada:મૂશળધાર વરસાદ,2 કલાકમાં 5 ઇંચ ખાબક્યો,લાછરસ ગામ જળમગ્ન થતાં સંપર્ક વિહોણું
Narmada:મૂશળધાર વરસાદ,2 કલાકમાં 5 ઇંચ ખાબક્યો,લાછરસ ગામ જળમગ્ન થતાં સંપર્ક વિહોણું
Rain Forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાક આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

WPI Inflation: જૂન મહિનામાં પડ્યો મોંઘવારીનો માર, જથ્થાબંધ ફૂગાવાનો દર વધીને 3.36 ટકા પહોંચ્યો

'કાર્યકરોના ફોન ઉપાડો, ખુરશી જશે તો બધુ જશે' - પક્ષપલટો કરી સાંસદ બનેલા નેતાઓને નીતિન પટેલની ટકોર

Copa America Final: આર્જેન્ટિનાએ જીત્યું કોપા અમેરિકાનું ટાઇટલ,  મેસ્સીના કરિયરની ચોથી ઇન્ટરનેશનલ ટ્રોફી

Embed widget