શોધખોળ કરો
કોરોના વાયરસ પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીના તમામ મોલ બંધ કરવાનો આદેશ
મહારાષ્ટ્ર સરકારે પણ શુક્રવારે જ મુંબઈ, નાગપુર સહિત કુલ ચાર શહેરમાં તમામ ઓફિસો બંધ કરવાના આદેશ આપ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં તમામ સોપિંગ મોલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાહેરાત કરી છે. આ દરમિયાન મોલમાં શાકભાજી, મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાન ખુલી રહેશે. એવામાં કોઈપણ વ્યક્તિને પેનિક થવાની જરૂરત નથી અને સંગ્રહ કરવાની જરૂરત નથી.
નોંધનીય છે કે, દિલ્હી સરાકરના આ નિર્ણય મહારાષ્ટ્રના નિર્ણય બાદ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે જ મુંબઈ, નાગપુર સહિત કુલ ચાર શહેરમાં તમામ ઓફિસો બંધ કરવાના આદેશ આપ્યા છે. જોકે આ શહેરોમાં શાકભાજી, મેડિકલ સ્ટોર, કરિયાણાની દુકાનો ખુલી રહેશે. એવામાં લોકોએ અહીં પણ જરૂરી સામાન માટે પેનિક થવાની જરૂરત નથી.
જણાવીએ કે, છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કેસમાં જોરદાર ઉઠાળો આવ્યો છે. શુક્રવારે જ લખનઉમાં ચાર, મહારાષ્ટ્રમાં ત્રણ, ગુજરાતમાં ત્રણ, પંજાબમાં ત્રણ કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસમાં કેસોની સંખ્યા 210 સુધી પહોંચી ગઈ છે. જ્યારે ચાર લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
મોલ બંધ કરતા પહેલા દિલ્હી સરકારે કોરોના વાયરસને કારણે તમામ સ્કૂલ, કોલેજ, સિનેના હોલ બંધ કરવાના આદેશ આપ્યા હતા. જ્યારે પ્રાઈવેટ ફર્મના લોકોને પણ અપીલ કરી છે કે તે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement