યુવક પ્રેમિકા સાથે માણી રહ્યો હતો શરીરસુખ ને પ્રેમિકાનો પરિવાર આવી ગયો, યુવકનું ગુપ્તાંગ કાપી નાંખ્યું ને પછી..........
ઘટના બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના કાંટી વિસ્તારના રરેપુરા રામ પુર સાહાની છે. અહીં રહેનારા સૌરભ કુમારની સોનવર્ષામાં શુક્રવારે માર મારીને હત્યા કરી કરી દેવામાં આવી
નવી દિલ્હીઃ બિહારમાં પ્રેમી અને પ્રેમિકાના સંબંધનો કરુણ અંત આવતો કિસ્સો સામે આવ્યો છે. એક પ્રેમીને પ્રેમિકા સાથે પ્રેમ કરવો ભારે પડી ગયો, તેને પોતાનો જ જીવ ગુમાવવાનો વારો આવ્યો, એટલુ જ નહીં હત્યા કરતા પહેલા પ્રેમી સાથે જે રીતે જુલ્મ કરવામાં આવ્યો તે સાંભળીને બધાના રુંવાટા ઉભા થઇ જશે. યુવકને આરોપીએ પહેલા મળવા માટે બોલાવ્યો, પછી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યો, નખ ઉખાડી નાંખ્યા અને બાદમાં તેની ઢોર માર મારીને હત્યા કરી નાંખી. એસપી સિટી રાજેશ કુમારે બતાવ્યુ કે, અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી રહી છે કે પ્રેમ લીલામાં હત્યા થઇ છે, અને કેસ નોંધી લેવામાં આવ્યો છે.
ઘટના બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના કાંટી વિસ્તારના રરેપુરા રામ પુર સાહાની છે. અહીં રહેનારા સૌરભ કુમારની સોનવર્ષામાં શુક્રવારે માર મારીને હત્યા કરી કરી દેવામાં આવી. મારમારી દરમિયાન તેનુ ગુપ્તાંગ પણ કાપી લેવામાં આવ્યુ. ઘટનાથી ગુસ્સે ભરાયેલા પરિવારજનો તથા ગ્રામીણોને હત્યારાઓની ધરપકડને લઇને પૉસ્ટમોર્ટમમાંથી મૃતદેહ આવ્યા બાદ દેવરિયા રૉડ પર જામ કરીને પ્રદર્શન કર્યુ, ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઇ ગયા છે. પરિવારજનોએ હત્યાના આરોપમાં પોલીસમાં નામજોગ ફરિયાદ કરી છે. કાંટી પોલીસ સ્ટેશન ઓફિસર કુંદન કુમારે બતાવ્યુ કે, પ્રેમ પ્રસંગમાં હત્યાની વાત સામે આવી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
બતાવવામાં આવી રહ્યું છે કે સોનવર્ષામાં એક છોકરી સાથે સૌરભ પ્રેમ સંબંધ હતો, અને બન્ને વચ્ચે શારીરિક સંબંધ પણ હતો. સૌરભના પિતા મનિષ કુમારે પોલીસને બતાવ્યુ કે શુક્રવારે સાંજે ફોન કરીને સૌરભને સોનવર્ષામાં આરોપીઓએ બોલાવ્યો હતો. ત્યાં ગયા બાદ સૌરભને પ્રેમીકા સાથે શરીરસુખ માણી રહ્યો હતો આ દરમિયાન પ્રેમીકાના પરિવારજનો આવી ગયો, આરોપીઓએ સૌરભને બાંધી દીધો, લાકડી-ડંડા-સળીયા અને ઇંટોથી સૌરભને ઢોર માર માર્યો, બાદમાં તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી લીધો હતો. બાદમાં સૌરભ બેહોશ થઇ થતાં આરોપીએ તેને એક પ્રાઇવેટ હૉસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા હતા, તેને ત્યાં મુકીને તેના પરિવારને સૂચના આપીને તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન કોરા કાગળ પર તેની જબરદસ્તી સહીઓ પણ લઇ લેવામાં આવી. બાદમાં સારવાર દરમિયાન કાંટી પોલીસને આની સૂચના આપવામાં આવી.