શોધખોળ કરો
Advertisement
લદ્દાખમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું - ભારતની એક ઈંચ જમીન પણ દુનિયાની કોઈ તાકાત છીનવી નથી શકતી
રાજનાથ સિંહે ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદને લઈને કહ્યું કે, વાતચીત ચાલી રહી છે, તેનાથી વિવાદનો ઉકેલ આવવો જોઈએ. જો કે, ક્યારે ઉકેલ આવશે તે કહી શકાઈ નહીં.
લેહ: રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસ લદ્દાખની મુલાકાતે છે.તેઓની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને થલસેના પ્રમુખ, જનરલ એમએમ નરવણે પણ છે. તેમના બે દિવસીય યાત્રામાં LAC સાથે સાથે LoC પણ જવાનો કાર્યક્રમ છે. લદ્દાખમાં ભારતીય સેનાને સંબોધન કરતા રાજનાથ સિંહે વિશ્વાસ અપાવ્યો કે, ભારતની એક ઈંચ જમીન પર પણ કોઈ કબ્જો નહીં કરી શકે.
રાજનાથ સિંહે ભારત-ચીન વચ્ચે સીમા વિવાદને લઈને કહ્યું કે, વાતચીત ચાલી રહી છે, તેનાથી વિવાદનો ઉકેલ આવવો જોઈએ. જો કે, ક્યારે ઉકેલ આવશે તે કહી શકાઈ નહીં. પરંતુ વિશ્વાસ અપવા માંગુ છું કે, ભારતની એક ઈંચ જમીન પણ દુનિયાની કોઈ તાકત છીનવી નહીં શકે. તેના પર કબ્જો નહીં કરી શકે.
પોતાના ભાષણમાં રાજનાથ સિંહે કહ્યું કે, ભારત દુનિયનો એકમાત્ર દેશ છે, જેણે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. આપણે કોઈ પણ દેશ પર ક્યારેય આક્રમણ નથી કર્યું અને ના તો કોઈ દેશની જમીન પર કબ્જો કર્યો છે. ભારતે વસુધૈવ કુટુમ્બકમનો સંદેશ આપ્યો છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, અમે શાંતિ ઈચ્છીએ છે અશાંતિ નહીં.
રક્ષામંત્રીએ આજે પૂર્વ લદ્દાખ વિસ્તારમાં ચીન સાથે વિવાદિત સીમા ક્ષેત્રોમાં સૈન્યની તૈયારીની જમીની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેની સાથે તેમણે સૈનિકો સાથે વાતચીત પણ કરી હતી અને સેનાની ઓપરેશનલ તત્પરતાની સમીક્ષા પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement