Fake News: 'મત નહી આપો તો તમારા બેન્ક એકાઉન્ટમાંથી 350 રૂપિયા કટ થઇ જશે', ECએ નોંધાવી ફરિયાદ
ઇલેક્શન કમિશનની ફરિયાદ પર દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની સાઇબર યુનિટે તપાસ શરૂ કરી દીધી છે.
Fake News Busted: ચૂંટણી પંચે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલમાં ફરિયાદ નોંધાવી છે. વાસ્તવમાં આ ફરિયાદ સોશિયલ મીડિયા પર વાયરસ એ મેસેજને લઇને નોંધવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઇલેક્શન કમિશન તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે જે નાગરિક મત નહી આપે તો તેના બેન્ક એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઇ જશે. ઇલેક્શન કમિશનની ફરિયાદ પર દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની સાઇબર યુનિટે તપાસ શરૂ કરી દીધી છે.
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને કરેલી બે ફરિયાદમાં ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા વોટ્સએપ પર ફેક ન્યૂઝ સર્કુલેટ થઇ રહ્યો છે જેના હેડિંગમાં લખ્યું છે કે મત નહી આપો તો બેન્ક એકાઉન્ટમાંથી 350 રૂપિયા ચૂંટણી પંચ કાપશે. ઇલેક્શન કમિશનનું કહેવું છે કે આ મેસેજ બિલકુલ ફેક છે અને ચૂંટણી પંચના પ્રવક્તા તરફથી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.
ચૂંટણી પંચ તરફથી દિલ્હી પોલીસને અપાયેલી ફરિયાદમાં તેમણે આરોપીઓને જલદી પકડીને આ મેસેજને સર્કુલેટ કરવા પાછળનો હેતુ જાણવાની અપીલ કરવામાં આવી છે. સાથે જલદી ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે એવામાં આ પ્રકારનો મેસેજ વાયરલ થવાને ઇલેક્શન કમિશને ગંભીરતાથી લીધું છે ત્યારબાદ દિલ્હી પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
ABP C-Voter Survey: કઈ પાર્ટીના હિસ્સામાં UP મા આવશે સૌથી વધુ મત, આજના સર્વેમાં ખુલાસો
India Corona Cases: ભારતમાં કોરોનાથી 24 કલાકમાં 2796 લોકોના મોતથી હડકંપ, જાણો કેટલા નોંધાયા કેસ