ટેલિગ્રામથી પણ કોરોના રસીની એપોઈન્ટમેન્ટ લઈ શકાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું.....
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં, કોવિડ-19 રસીકરણની એપોઈન્ટમેન્ટ ટેલિગ્રામ પર MyGov Corona Vaccine Appt પરથી લઈ શકાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આ તસવીર મોર્ફ કરેલી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. દેશમાં સતત ત્રીજા દિવસે કરોના કેસમાં વધારો થયો છે. કોરોનાને કાબુમાં કરવા દેશમાં રસીકરણ વેગીલું કરવામાં આવ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં રસી માટે એપોઈન્ટમેન્ટ ટેલિગ્રામ દ્વારા પણ લઈ શકાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં, કોવિડ-19 રસીકરણની એપોઈન્ટમેન્ટ ટેલિગ્રામ પર MyGov Corona Vaccine Appt પરથી લઈ શકાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આ તસવીર મોર્ફ કરેલી છે. આ નંબર કે ટેલિગ્રામ એકાઉન્ટને સરકાર સાથે કોઈ સંબંધ નથી. રસી માટેનું રજિસ્ટ્રેશન cowin,gov.in, ઉમંગ કે આરોગ્ય સેતુ પરથી બુક કરાવી શકાય છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
દેશમાં 18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 70 લાખ 9 હજાર 792 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,76,077 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3874 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 57 લાખ 72 હજાર 400
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 23 લાખ 55 હજાર 440
- કુલ એક્ટિવ કેસ - 31 લાખ 29 હજાર 8789
- કુલ મોત - 2 લાખ 87 હજાર 112
સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 2.76 લાખ નવા કેસ નોંધાયા, 3874નાં મોત
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યએ મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરી, રાજ્યમાં પણ વધી રહ્યો છે કહેર