મુસ્લિમ પુરુષના હિન્દુ મહિલા સાથે બીજા લગ્ન નથી માન્ય, ગૌહાટી હાઈકોર્ટે કહી આ વાત
મુસ્લિમ વ્યક્તિ શબાબુદ્દીન અહમદે હિન્દુ મહિલા દીપમણિ કાલેતા સાથે બીજા લગ્ન કર્યા હતા. 2017માં પતિના મોત બાદ પેન્શન તથા અન્ય લાભ માટે મહિલાના દાવાના અધિકારીએ ફગાવ્યો હતો. જ

ગુવાહાટી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ફેંસલો આપ્યો છે. કોર્ટે ફેંસલામાં કહ્યું કે, વિશેષ વિવાહ અધિનિયમ 1954 એક મુસ્લિમ પુરુષને હિન્દુ મહિલા સાથે બીજા લગ્ન કરવાની મંજૂરી નથી આપતો. તેથી આ પ્રકારના લગ્ન માન્ય નથી.
શે છે મામલો
મુસ્લિમ વ્યક્તિ શબાબુદ્દીન અહમદે હિન્દુ મહિલા દીપમણિ કાલેતા સાથે બીજા લગ્ન કર્યા હતા. 2017માં પતિના મોત બાદ પેન્શન તથા અન્ય લાભ માટે મહિલાના દાવાના અધિકારીએ ફગાવ્યો હતો. જે બાદ 2019માં કલમ 226 અંતર્ગત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. દીપમણિ 12 વર્ષના બાળકની માતા છે.
જજે શું કહ્યું
જસ્ટિસ કલ્યાણ રાય સુરાનાએ તેમના ફેંસલામાં કહ્યું કે, આ મુદ્દે કોઈ વિવાદ નથી કે શહાબુદ્દીન અહમદે જે સમયે દીપમણિ સાથે બીજા લગ્ન કર્યા ત્યારે તેની પ્રથમ પત્ની જીવતી હતી. પ્રથમ પત્ની સાથે તેનો કોઈ સંબંધ નહીં હોવાનો કોઈ દસ્તાવેજ નથી. સુપીમ કોર્ટના ફેંસલાનો હવાલો આપતા જજે કહ્યું, ઈસ્લામી કાનૂનમાં સ્પષ્ટ છે કે એક મુસ્લિમ પુરુષના મૂર્તિપૂજક મહિલા સાથે લગ્ન ન તો માન્ય છે અને ન તો શૂન્ય છે. તે માત્ર અનિયમિત વિવાહ છે.
હાઈકોર્ટે કહ્યું કે, વિશેષ વિવાહ અધિનિયમ અંતર્ગત કોઈ મુસ્લિમ શખ્સ દ્વારા એક હિન્દુ મહિલા સાથે બીજા લગ્નનો બચાવ નથી કરતું. તેથી આવા વિવાહ અમાન્ય ગણાય. કોર્ટે એમ પણ કહ્યું, વિશેષ વિવાહ અધિનિયમની કલમ ચાર મુજબ વિશેષ વિવાહ સંબંધિત શરતોમાં એક એવી પણ છે કે કોઈપણ પક્ષનો જીવનસાથી જીવિત ન હોવો જોઈએ. આ મામલે અરજીકર્તા મહિલા એક મુસ્લિમ પુરુષની બીજી પત્ની છે અને તેણે પોતાના પતિના મૃત્યુ બાદ પેન્શન તથા અન્ય લાભો ન મળવાથી વ્યથિત થઈને અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો.
આ પણ વાંચોઃ Corona Vaccine: આ વિદેશી રસીના સિંગલ ડોઝના ભારતમાં ટેસ્ટિંગ માટે DGCI એ આપી મંજૂરી, જાણો વિગત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
