હવે એટીએમમાંથી પૈસાની જેમ અનાજ પણ નીકળશે, જાણો દેશમાં ક્યાં થઈ આ એટીએમની શરૂઆત
આ ગ્રેન મશીનમાં ટચ સ્ક્રીનની સાથે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે. આ મશીનથી અનાજ કાઢવા માટે લાભાર્થીનું આધાર, રાશન કાર્ડ નંબર નાંખવો પડશે.
ચંડીગઢઃ દેશનું પ્રથમ ગ્રેન એટીએમ (Grain ATM) ગુરુગ્રામમાં પાયલટ પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવામાં આવ્યું છે. આ મશીન એકવારમાં પાંચથી સાત મિનિટની અંદર 70 કિલો સુધી અનાજ કાઢી શકે છે. હરિણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હવે ગ્રાહકોએ અનાજ લેવા માટે સરકારી રેશન ડેપોની સામે લાઇન લગાવવી નહી પડે કારણ કે હરિયાણા સરકાર ગ્રાહકોને અનાજ એટીએમ ઉપલબ્ધ કરાવશે.
દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં દેશનું પ્રથમ અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. ચૌટાલા પાસે ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી છે. તેમણે કહ્યું કે, આ એટીએમની સ્થાપનાથી જથ્થાનું વજન સંબંધિત તમામ ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. આ મશીનને સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય એ સુનિશ્વિત કરવાનો છે કે પુરતુ અનાજ યોગ્ય લાભાર્થી પાસે પહોંચે.
શું છે ગ્રેન એટીએમ મશીનનું કામ ?
ગ્રેન એટીએમ એક સ્વચાલિત એટલે કે આપમેળે ચાલતું મશીન છે. જે બેંક એટીએમની જેમ કામ કરે છે. યૂનાઈટેડ નેશનના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ સ્થાપવામાં આવેલા આ મશીનને ઓટોમેટિડ, મલ્ટી કમોડિટી, ગ્રેન ડિસ્પેંસિંગ મશીન કહેવામાં આવ્યું છે. અધિકારી અંકિત સૂદે જણાવ્યું કે, આ મશીનથી અનાજમાં ગડબડી થવાની શક્યતા નહીં રહે.
મશીનમાંથી કેવી રીતે નીકળશે અનાજ
આ ગ્રેન મશીનમાં ટચ સ્ક્રીનની સાથે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે. આ મશીનથી અનાજ કાઢવા માટે લાભાર્થીનું આધાર, રાશન કાર્ડ નંબર નાંખવો પડશે. આ મશીન દ્વારા ત્રણ પ્રકારનું અનાજ કાઢી શકાશે. જેમાં ઘઉં, ચોખા અને બાજરો સામેલ છે.
દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. આ દરમિયાન આઈસીએમઆરે કહ્યું કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવી શકે છે. આઈસીએમઆરના એપિડિમિલોજી એને ઈન્ફેકશિયસ ડિસિઝના હેડ ડો. સમીરન પાંડાએ એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોવિડ-19ની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવવાની સંભાવના છે. પરંતુ તે બીજી લહેર જેટલી તીવ્ર નહીં હોય.