(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની બીજી લહેરમાં રીપોર્ટ પોઝિટિવ આવે તો હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે ? મોદી સરકારે શું કહ્યું ?
ડોક્ટર પણ આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ દર્દીને જરૂરી ન હોવા પર હોસ્પિટલમાં દાખલ ન થવાની સલાહ આપે છે, કારણ કે મોટાભાગના લોકો ઘરે જ ઠીક થઈ જાય છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોન વાયરસ (Coronavirus in India)ને કારણે સ્થિતિ ગંભીર છે અને કેસ સતત વધી રહ્યા છે જેના કારણે અનેક જગ્યાએ હોસ્પિટલમાં બેડ ખુટી જવાની, ઓક્સિજન ન મળવાની, વેન્ટિલેટર ન મળવાની ફરિયાદો ઉઠી છે. જોકે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ભ્રમનું જાળ ફેલાઈ ગયું છે. એવો જ એક ભ્રમ સોશિયલ મીડિયામાં ફેલાવાવમાં આવી રહ્યો છે કે, કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તો હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. જોકે આ મામલે સરકાર તરફથી પીઆઈબીએ ખુલાસો કર્યો છે.
સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના વિભાગ પીઆઈબીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, કોઈપણ પણ ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરવો. જ્યાં તે કોઈ સત્તાવાર ચેલન દ્વારા તે જાહેર કરવામાં આવ્યા ન હોય ત્યાં સુધી એવા કોઈપણ અહેવાલ કે સમાચાર પર વિશ્વાસ કરવો જોઈએ. નહીં. પીઆઈબી (PIB fact check)એ માય mygovindiaના એક ટ્વીટને રીટ્વીટ કરીને આ વાત કહી છે.
Fake News Alert! Don’t believe any information until it is from an authentic source. Stay informed, stay safe! For more updates, visit: https://t.co/re1fmuMPbB. #IndiaFightsCorona #MyGovMythBusters pic.twitter.com/999wZyd2cS
— MyGovIndia (@mygovindia) May 12, 2021
mygovindiaના ટ્વીટમાં કોરોના પોઝિટિવ ટેસ્ટ જે ભ્રમ ફેલાયો છે તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું છે કે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે જે એક ભ્રમ છે. જ્યારે સત્ય એ છે કે, કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને માત્ર સામાન્ય કે લક્ષણો ન હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરત નથી અને તેવા દર્દી ઘરમાં જ આઈસોલેશન થઈને સારવાર લઈ શેક છે.
નોંધનીય છે, ડોક્ટર પણ આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ દર્દીને જરૂરી ન હોવા પર હોસ્પિટલમાં દાખલ ન થવાની સલાહ આપે છે, કારણ કે મોટાભાગના લોકો ઘરે જ ઠીક થઈ જાય છે.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.