શોધખોળ કરો
J&K: પાકિસ્તાનની નાપાક હરકત, LOC પાસે ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ
પાકિસ્તાને એલઓસી પાસે પુંછ જિલ્લાના ગુલપુર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર પણ છોડ્યા હતા.

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી નાપાક હરકત કરતા એલઓસી પાસે પુંછ જિલ્લાના ગુલપુર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. જેમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે અન્યે બે જવાન ઘાયલ થયા છે. હુમલામાં શહીદ જવાન સેનામાં પોર્ટર હતા.
સમાચાર એજન્સી અનુસાર શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ પાકિસ્તાને પુંછમાં ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. પાકિસ્તાની સેનાએ ભારતની સરહદમાં મોર્ટાર છોડ્યા હતા. હુમલામાં બે જવાન શહીદ થયા હતા જ્યારે બે ઘાયલ થયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.
#UPDATE Jammu and Kashmir: Two Army porters dead and two more injured in mortar shelling by Pakistan along Line of Control (LoC) in Gulpur sector of Poonch district. https://t.co/BUptTy9REJ
— ANI (@ANI) January 10, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement