Video: કાશ્મીરમાં માતાપિતાની અપીલ પર છોડ્યો હિંસાનો રસ્તો, એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓએ હથિયાર હેઠા મુકી દીધા
આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ માતા-પિતાએ પોતાના બાળકોને હથિયાર હેઠા મુકીને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન માતા-પિતાની અપીલ પર આતંકવાદી બનેલા પુત્રએ હથિયારો હેઠા મુકી દીધા હતા. એન્કાઉન્ટર દરમિયાન માતા-પિતાએ તેમના પુત્રને આતંકનો માર્ગ છોડવા અપીલ કરી હતી. કુલગામના હડીગામ વિસ્તારમાં આજે સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું જ્યાં માતા-પિતા અને પોલીસની અપીલ પર બે આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.
#WATCH | Kulgam, J&K | Parents request sons-turned-terrorists to drop weapons, surrender
— ANI (@ANI) July 6, 2022
An encounter started at Hadigam area of Kulgam in the morning where two terrorists had surrendered upon appeal by parents & police. Incriminating materials, arms & ammunition were recovered. pic.twitter.com/Ajllgv6Ebw
આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ માતા-પિતાએ પોતાના બાળકોને હથિયાર હેઠા મુકીને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી અને માતા-પિતાની વિનંતી પર તેમણે હથિયારો હેઠા મુકી દીધા હતા. તેમની પાસેથી આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
સેના અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડિફેન્સના જનસંપર્ક વિભાગના પીઆરઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરાયેલા બંને યુવાનો તાજેતરમાં જ આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. તેઓ ઘરમાં છુપાયેલા હતા, તેમના માતાપિતાને બોલાવવામાં આવ્યા હતા. આ પછી બંને આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.
જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારે કહ્યું કે જો ખીણમાં દરેક માતા-પિતા તેમના બાળકોને આતંકવાદ અને હિંસાનો માર્ગ છોડવાની અપીલ કરે તો ઘણી જિંદગીઓ બચાવી શકાય છે. કારણ કે તેઓ એન્કાઉન્ટર દરમિયાન માર્યા જાય છે. આજે આત્મસમર્પણની આ ઘટનાએ બે યુવાનોના જીવ બચાવ્યા હતા.
WhatsAppના ત્રણ એવા ફિચર્સ જેના આવતા જ બદલાઇ જશે યૂઝર્સનો એક્સપીરિયન્સ, જાણો શું બની જશે સરળ......
Alwar Crime: ધોળેદિવસે બેન્કમાં ઘૂસ્યા લૂંટારુઓ ને માત્ર 7 મિનીટમાં 1 કરોડ લૂંટીને ફરાર, જુઓ વીડિયો