શોધખોળ કરો

Accident: ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, જાનૈયાઓ ભરેલી કારને ટ્રેક મારી ટક્કર, 9ના મોત-કારનો કચ્ચરઘાણ

અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું

Jhalawar Road Accident: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. લગ્નના મહેમાનોથી ભરેલી વાનને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે 9 લોકોના મોત થયા છે. ઝાલાવાડ જિલ્લાના અકલેરા નજીક પંચોલા ખાતે મધ્યપ્રદેશથી પરત ફરી રહેલા લગ્નની જાનની ગાડીને અકસ્માત નડ્યો હતો. મૃતકોના મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે હૉસ્પીટલ મોકલવામાં આવ્યા છે. એક ઘાયલ વ્યક્તિ હૉસ્પીટલમાં સારવાર હેઠળ છે.

લગ્ન પુરા કરીને પરત ફરતી વખતે ઘટી દૂર્ઘટના 
ઝાલાવાડ જિલ્લાના અકલેરા શહેરમાં એક છોકરાના લગ્ન હતા, આ મોટો લગ્ન પ્રસંગ હતો. જેમના લગ્નની જાન મધ્યપ્રદેશના ખિલચીપુર વિસ્તારમાં નીકળી હતી. શનિવારે મોડી રાત્રે 10 મિત્રો મારુતિ વાનમાં અકલેરા પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન જ્યારે તેમની વાન અકલેરાના NH-52 પર ખુરી પચોલા પહોંચી ત્યારે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી.

અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને વાનમાંથી બહાર કાઢીને હૉસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા. એક ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દૂર્ઘટનામાં જાનૈયા ભરેલી ગાડીનો કચ્ચરઘાણ નીકળ્યો 
મૃતકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. આરોપી ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝાલાવાડના એસપી રિચા તોમરના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા લોકો બાગરી સમુદાયના હતા જેઓ તેમના સંબંધીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે મધ્યપ્રદેશ ગયા હતા. પરત ફરતી વખતે રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે વાન ધરાશાયી થઈ ગઈ હતી.

વળી, આ ઉપરાંત જયપુર-અજમેર એક્સપ્રેસ વે પર પણ મોટો અકસ્માત થયો હતો. કારે બાઇકને ટક્કર મારી હતી અને સર્વિસ લેનમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ હતી. જેના કારણે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બાઇક સવારનું પણ હોસ્પિટલમાં લઇ જતી વખતે મોત થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક

બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ

સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ

Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ

બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ

Embed widget