શોધખોળ કરો
સેના માટે PM મોદીએ કરી મોટી જાહેરાત, જાણો દેશને હવે શું મળશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી પૂરી સૈન્ય શક્તિઓને એકસાથે મળીને આગળ વધવુ પડશે. હવે આપણે ચીફ ઓફ ડિફેન્સની વ્યવસ્થા કરીશું.

નવી દિલ્હીઃ પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરતાં ચીફ ઓફ ડિફેન્સ બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, આ પદની રચના કર્યા બાદ ત્રણેય સેનાઓના સ્તર પર એક પ્રભાવી નેતૃત્વ મળશે. આ પદની ઘણાં લાંબા સમયથી માગ ઉઠી રહી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી પૂરી સૈન્ય શક્તિઓને એકસાથે મળીને આગળ વધવુ પડશે. હવે આપણે ચીફ ઓફ ડિફેન્સની વ્યવસ્થા કરીશું. આ પદને કારણે ત્રણેવ સેનાઓમાં પ્રભાવી નેતૃત્વ મળશે. હાલ ચી ઓફ સ્ટાફ હોય છે. ચીફ ઓફ સ્ટાફ કમિટીમાં સેના, નૌસેના અને વાયુસેના પ્રમુખ રહેશે. સૌથી વરિષ્ઠ સભ્યને તેના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવશે. આ પદ વરિષ્ઠમ સભ્યને રોટેશનનાં આધાર પર રિટાયરમેન્ટ સુધી આપવામાં આવે છે. ઘણાં સમયથી ચીફ ઓફ ડિફેન્સ બનાવવાની માંગ ચાલી રહી હતી.
મહત્વનું છે કે દેશ આજે 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે એટલે આજે સવારે લાલકિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો અને દેશવાસીઓને સંબોધિત કર્યાં. છઠ્ઠા ભાષણમાં પીએમ મોદીનું ફોકસ જળસંકટ, જનસંખ્યા વિસ્ફોટ, આતંકવાદ, ન્યૂ ઇન્ડિયાનાં મિશન પર રહ્યું. સંબોધન દરમિયાન તેમણે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ' પદની મોટી જાહેરાત કરી. સેનાનાં ઇતિહાસમાં આ પદ પહેલીવાર બન્યું છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
શિક્ષણ
Advertisement



















