શોધખોળ કરો

Poll Of Exit Polls 2024:  આ ચાર એક્ઝિટ પોલમાં NDAને સૌથી વધુ બેઠકો, જાણો દેશમાં કોની બનશે સરકાર ?

દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે.

Poll Of Exit Polls 2024:  દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં એનડીએને 350 બેઠકો  મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે.

જન કી બાત એક્ઝિટ પોલ

જન કી બાત એક્ઝિટ પોલમાં NDAને મહત્તમ 362-392 બેઠકો મળવાનો અંદાજ છે. જેમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળવાનો અંદાજ છે. આ પછી ઈન્ડિયા ન્યૂઝ-ડી ડાયનેમિક્સનો અંદાજ છે કે NDAને 371 બેઠકો મળશે,  આ એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સને 141થી 161 સીટો મળતી જોવા મળી રહી છે. 10 થી 20 સીટો અન્યને જઈ શકે છે.

રિપબ્લિક ભારત મેટ્રિક્સ

રિપબ્લિક ભારત મેટ્રિક્સના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 353-368 બેઠકો અને ઈન્ડિયા ગઠબંધનને 118-133 બેઠકો મળી શકે છે.  રિપબ્લિક ભારત- મેટ્રિક્સ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 353થી 368 બેઠકો મળી રહી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 118થી 133 સીટો મળી શકે છે. રિપબ્લિક ભારત- મેટ્રિસના એક્ઝિટ પોલમાં અન્યને 43થી 48 બેઠકો મળી રહી છે.

રિપબ્લિક ટીવી-પી માર્કના સર્વેમાં NDAને 359 સીટો 

રિપબ્લિક ટીવી-પી માર્કના એક્ઝિટ પોલમાં NDA ગઠબંધનને 359 બેઠકો મળી રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 154 બેઠકો મળતી જોવા મળી રહી છે. આ એક્ઝિટ પોલમાં 30 સીટો અન્યના ખાતામાં જઈ રહી છે.

ઈન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલ

ઈન્ડિયા ન્યૂઝ ડી-ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં NDA ગઠબંધનને 371 બેઠકો મળી છે. ઈન્ડિયા ન્યૂઝ- ડી-ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સને 125 સીટો આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ એક્ઝિટ પોલમાં અન્યને 47 સીટ મળતી જોવા મળી રહી છે. 

આજતકના સર્વેમાં ભાજપ તમિલનાડુમાં પોતાનું ખાતું ખોલતુ દેખાઈ રહ્યું છે. તમિલનાડુમાં બીજેપીની આગેવાની હેઠળનું ગઠબંધન 2 થી 4 સીટો જીતતું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીના સર્વે અનુસાર, તમિલનાડુમાં ઈન્ડિયા એલાયન્સ 13થી 15 સીટો જીતતી જોવા મળી રહી છે. જ્યારે ડીએમકેને 20થી 22 બેઠકો અને AIADMKને 0-2 બેઠકો મળતી જોવા મળી રહી છે. 

આ વખતે 400ના આંકડાને પાર કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતાઓએ દક્ષિણ ભારતના રાજ્યોમાં વિશાળ રેલીઓ યોજી હતી. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો કર્ણાટક સિવાય દક્ષિણ ભારતના રાજ્યોમાં ભાજપ સારો દેખાવ કરી રહી હોય તેવું લાગતું નથી. જો કે એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે ભાજપ તમિલનાડુમાં પોતાનું ખાતું ખોલાવી શકે છે.

ટોપ સ્ટોરી

UPI પર ચાર્જ: શું સરકાર નિર્ણય પાછો ખેંચશે? ઉચ્ચ અધિકારીએ આપ્યો મોટો જવાબ
UPI પર ચાર્જ: શું સરકાર નિર્ણય પાછો ખેંચશે? ઉચ્ચ અધિકારીએ આપ્યો મોટો જવાબ
Monsoon Update: દેશમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? IMDએ જણાવી તારીખ
Monsoon Update: દેશમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? IMDએ જણાવી તારીખ
PM Modi Birthday: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પૂર્વે જાણો ભારતની ડિજિટલ યાત્રા બદલનારી 7 પહેલ
PM Modi Birthday: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પૂર્વે જાણો ભારતની ડિજિટલ યાત્રા બદલનારી 7 પહેલ
5000 કરોડની નેટવર્થ ધરાવતા BJP નેતા ભિખારી બનીને કેટલા રૂપિયા કમાણા?
5000 કરોડની નેટવર્થ ધરાવતા BJP નેતા ભિખારી બનીને કેટલા રૂપિયા કમાણા?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ
Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમ જાહેર, બે નવા ચહેરા સામેલ, જુઓ 15 સભ્યોનું પૂરું સ્ક્વોડ
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમ જાહેર, બે નવા ચહેરા સામેલ, જુઓ 15 સભ્યોનું પૂરું સ્ક્વોડ
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 3 દિગ્ગજો થયા બહાર
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 3 દિગ્ગજો થયા બહાર
UPI પર ચાર્જ: શું સરકાર નિર્ણય પાછો ખેંચશે? ઉચ્ચ અધિકારીએ આપ્યો મોટો જવાબ
UPI પર ચાર્જ: શું સરકાર નિર્ણય પાછો ખેંચશે? ઉચ્ચ અધિકારીએ આપ્યો મોટો જવાબ
ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ભાવનગર નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો: 500 પેટી નકલી વિદેશી દારૂ વેચાયો, રેલવે ક્વાર્ટરમાં ચાલતી ફેક્ટરી!
ભાવનગર નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો: 500 પેટી નકલી વિદેશી દારૂ વેચાયો, રેલવે ક્વાર્ટરમાં ચાલતી ફેક્ટરી!
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ODI શ્રેણી: 9 સ્ટાર ખેલાડીઓ બહાર, ટીમમાં થશે નવા ચહેરાઓની એન્ટ્રી!
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ODI શ્રેણી: 9 સ્ટાર ખેલાડીઓ બહાર, ટીમમાં થશે નવા ચહેરાઓની એન્ટ્રી!
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
Embed widget