શોધખોળ કરો
અયોધ્યામાં બનનારી મસ્જિદનું નામ મોહમ્મદ સાહેબના નામ પરથી રાખવામાં આવેઃ મોહસિન રજા
જેવી રીતે મર્યાદા પુરુષોત્તમ રામ પુરુષોમાં ઉત્તમ છે, તે રીતે મોહમ્મદ સાહબ મુસલમાનોમાં મહાપુરુષ છે. તેમને હિન્દુઓમાં પણ એટલું જ સન્માન છે. તેથી મસ્જિદનું નામ રાખવું હોય તો મસ્જિદ એ મોહમ્મદી રાખવું જોઈએ, તેવી મારી સુન્ની બોર્ડને ભલામણ છે.
અયોધ્યાઃ યોગી સરકારના મંત્રી મોહસિન રજાએ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, અયોધ્યામાં બની રહેલી મસ્જિદનું નામ મોહમ્મદ સાહેબના નામ પરથી રાખવું જોઈએ. તેને મસ્જિદ-એ-મોહમ્મદી નામ આપવું જોઈએ. મોહસિન રજાએ કહ્યું, આ દેશમાં બાબરના નામ પર કોઈપણ ચીજ સ્વીકારવામાં નહીં આવે, પછી તે મસ્જિદ હોય કે અન્ય ચીજ. કારણકે બાબરે સારા કામ નથી કર્યા.
બાબરના નામ પર મુસલમાનો પણ એકમત નહીં થાય. જેવી રીતે મર્યાદા પુરુષોત્તમ રામ પુરુષોમાં ઉત્તમ છે, તે રીતે મોહમ્મદ સાહબ મુસલમાનોમાં મહાપુરુષ છે. તેમને હિન્દુઓમાં પણ એટલું જ સન્માન છે. તેથી મસ્જિદનું નામ રાખવું હોય તો મસ્જિદ એ મોહમ્મદી રાખવું જોઈએ, તેવી મારી સુન્ની બોર્ડને ભલામણ છે.
ઉત્તર પ્રદેશમાં સુન્ની કેન્દ્રીય બોર્ડે ઈંડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં સરકાર વતી આપવામાં આવેલી જમીન પર મસ્જિદ તથા જન સુવિધાનું નિર્માણ કરાવશે. જાણકારી મુજબ ટ્રસ્ટે અયોધ્યમાં ધન્નીપુરમાં આપવામાં આવેલી જમીન પર મસ્જિદ, કમ્યુનિટી કિચન તથા હોસ્પિટલ બનાવવાનો ફેંસલો કર્યો છે.
તાજેતરમાં જ જાણીતા શાયર મુન્નવર રાણાએ મસ્જિદ માટે મળેલી જમીન પર હોસ્પિટલ બનાવવાની માંગ કરી હતી.
દેશના આ મોટા રાજ્યમાં આવતીકાલથી ખૂલશે ધર્મસ્થાનો, જાણો સરકારે શું મુકી શરત
ગુજરાત સરકારના ક્યા ટોચના પ્રધાનના ભાઈએ કર્યો આપઘાત ? જાણો શું હતું કારણ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement