Traffic Rules: આજથી બદલાઈ ગયા આ ટ્રાફિક નિયમો, પાલન નહીં કરો તો ભરવો પડશે દંડ, જાણી લો
જો તમારી પાસે ટુ-વ્હીલર છે અને તમે દરરોજ ઘરેથી ઓફિસ અથવા ક્યાંક બહાર જાવ છો, તો અમે તમને ખૂબ જ સારી માહિતી આપવા જઈ રહ્યા છીએ.
New Traffic Rules: જો તમારી પાસે ટુ-વ્હીલર છે અને તમે દરરોજ ઘરેથી ઓફિસ અથવા ક્યાંક બહાર જાવ છો, તો અમે તમને ખૂબ જ સારી માહિતી આપવા જઈ રહ્યા છીએ. હવે, સ્કૂટર અથવા બાઇક ચલાવતી વખતે પાછળ બેસતા વ્યક્તિએ હેલ્મેટ પહેરવું પડશે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ, પાછળ બેસતા વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, જો કે દેશના મોટાભાગના ભાગોમાં આનું પાલન કરવામાં આવતું નથી.
વાસ્તવમાં હાઈકોર્ટના આદેશ બાદ આંધ્રપ્રદેશના મોટા શહેર વિશાખાપટ્ટનમમાં આજથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જેના કારણે હવે બાઈક ચલાવતી વખતે પાછળ બેસનારા વ્યક્તિએ હેલ્મેટ પહેરવી પડશે. શહેરમાં વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિયમોનું પાલન કરવાનું રહેશે
આ અંગે વિશાખાપટ્ટનમ પોલીસનું કહેવું છે કે નિયમોનું ઉલ્લંઘન કરવા પર 1035 રૂપિયાનું ચલણ જારી કરવામાં આવશે. આ સાથે નિયમ તોડનારાનું લાયસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી શકાય છે. પોલીસ દ્વારા હેલ્મેટની ગુણવત્તા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ માટે કહેવામાં આવ્યું છે કે માત્ર ISI ચિહ્નિત હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રહેશે. જો આમ નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મુંબઈ હોય કે દિલ્હી આ મોટા શહેરોમાં સ્કૂટર-બાઈક પર સવારો માટે હેલ્મેટ પહેરવાનો નિયમ કડક રીતે લાગુ કરવામાં આવે છે. ઘણા શહેરોમાં એવું પણ બને છે કે હેલ્મેટ ન પહેરનાર ટુ-વ્હીલર ચલાવનાર ડ્રાઇવર માટે જ ચલણ જારી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે કોઈપણ કિંમતે આ નિયમોનું પાલન કરવું જોઈએ.
હેલ્મેટને લઈ ગુજરાત હાઇકોર્ટે પણ કડક ટિપ્પણી કરી હતી
ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ અને ખંડપીઠમાં એક જાહેર હિતની અરજી દરમિયાન ચાલી રહેલી સુનવણીમાં ચીફ જસ્ટિસ દ્વારા અમદાવાદના ટ્રાફિક તેમજ તેની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ચીફ જસ્ટીસ નું કહેવું હતું કે અમદાવાદ હવે મુંબઈ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે રાત્રે 3:00 વાગ્યા સુધી શહેરના રસ્તાઓમાં અવરજવર મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે.
આ ઉપરાંત ચીફ જસ્ટિસે સવાલ કરતા કહ્યું કે શું હેલ્મેટ અંગે કોઈ કાર્યવાહી થઈ રહી છે કે કેમ આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા ટકોર પણ કરવામાં આવી કે હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હેલ્મેટનું મેન્યુફેક્ચર જ નથી થતું. ગુજરાત હાઇકોર્ટે તંત્રને 15 દિવસની અંદર હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે કડક આદેશ આપ્યા જેમાં ન માત્ર વાહન ચલાવનાર પરંતુ પાછળ બેસનાર માટે પણ હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.