કોરોનાના B.1.617 વેરિએન્ટને ભારત વેરિએન્ટ કહેવા પર કેન્દ્ર સરકારે શું કહ્યું ? જાણો વિગતે
WHOએ મંગળવારે પ્રકાશિત સાપ્તાહિક મહામારી વિજ્ઞાન પ્રકાશનમાં બી.1.617ને ચિંતાજનક સ્વરૂપ ગણાવ્યું હતું. ચિંતાજનક સ્વરૂપ એ હોય છે જેને વાયરસના મૂળ રૂપ કરતા વધારે ખતરનાક માનવામાં આવે છે. કોરોના વાયરસનું મૂળ સ્વરૂપ પહેલીવાર 2019ના અંતિમ મહીનામાં ચીનમાં જોવા મળ્યો હતો.
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરના વચ્ચે મીડિયા રિપોર્ટ્સમાં વિશ્વ આરોગ્ય સંગઠ (WHO)ના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ગત વર્ષે પહેલી વાર સામે આવેલા કોરોના વાયરસનું બી.1.617 સ્વરૂપ( ભારતીય વેરિએન્ટ) 44 દેશોમાં મળી આવ્યું અને આ સ્વરૂમ ચિંતાજનક છે.
આ દાવાને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Health ministry) કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સ પાયા વિહોણા અને નિરાધાર છે. મંત્રાલયે કહ્યું કે, એ સ્પષ્ટ કરવામાં આવે છે કે WHOએ પોતાના 32 પાનાના રિપોર્ટમાં કોરોના વાયરસના બી.1.617 વેરિએન્ટ સાથે ભારતી વેરિએન્ટ શબ્દને જોડ્યો નથી. ખરેખર તો તેના સંબંધિત રિપોર્ટમાં ‘ભારતીય’ શબ્દનો જ ઉપયોગ કરવામાં આવ્યો નથી.
WHOએ શું કહ્યું ?
WHOએ મંગળવારે પ્રકાશિત સાપ્તાહિક મહામારી વિજ્ઞાન પ્રકાશનમાં બી.1.617ને ચિંતાજનક સ્વરૂપ ગણાવ્યું હતું. ચિંતાજનક સ્વરૂપ એ હોય છે જેને વાયરસના મૂળ રૂપ કરતા વધારે ખતરનાક માનવામાં આવે છે. કોરોના વાયરસનું મૂળ સ્વરૂપ પહેલીવાર 2019ના અંતિમ મહીનામાં ચીનમાં જોવા મળ્યો હતો.
કોઈપણ સ્વરૂપમાંથી ઉદ્ભવતા ખતરામાં સંક્રમણ ફેલાવાનો વધુ ખતરાની આશંકા, વધુ ઘાતકતા અને રસીથી વધુ પ્રતિકાર હોય છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે બી.1.617 માં ફેલાયેલા ચેપનો દર વધારે છે. તેણે કહ્યું કે, પ્રારંભિક પુરાવા દર્શાવે છે કે, આ સ્વરૂપમાં કોવિડ -19 ની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા મોનોક્લોનલ એન્ટિબોડી 'બામલેનિવીમેબ' ની અસરકારકતા ઘટી જાય છે. "
કોવિડ -19 નું બી.1.617 સ્વરૂપ પ્રથમ વખત ઓક્ટોબર 2020 માં ભારતમાં જોવા મળ્યું હતું. ભારતમાં કોવિડ -19 ના વધતા જતા કેસો અને મૃત્યુએ આ વેરિએન્ટની ભૂમિકા અંગે સવાલો ઉભા કરી દીધા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના બુધવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 33 લાખ 40 હજાર 938
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099
- કુલ મોત - 2 લાખ 54 હજાર 197