શોધખોળ કરો

Corona In Mumbai: કોરોનાના વધતા કેસ વચ્ચે શું મુંબઇમાં લાગશે વિકેન્ડ કર્ફ્યૂ? મેયરે શું આપ્યું નિવેદન?

દેશમાં સૌથી વધુ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મહારાષ્ટ્રમાં નોધાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 876 ઓમિક્રોન કેસ નોંધાયા છે.

Mumbai Coronavirus Covid-19 Omicron: દેશમાં સૌથી વધુ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મહારાષ્ટ્રમાં નોધાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 876 ઓમિક્રોન કેસ નોંધાયા છે. મુંબઇમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં રાજ્યમાં પ્રતિબંધ લગાવવામાં કે વિકેન્ડ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે. આ સવાલ પર મુંબઇના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે હાલમાં વિકેન્ડ કર્ફ્યૂને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.  મુંબઇમાં કોરોનાએ રફતાર પકડી છે. કોરોનાની ઝડપને જોતા સરકાર લોકડાઉન લગાવે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જેને જોઇને મુંબઇમાં પ્રવાસી મજૂરોમાં ડરનો માહોલ છે. તેમને ડર છે કે સરકાર અચાનક લોકડાઉન લગાવી દે છે તો તેમની સ્થિતિ કફોડી બની જશે તેના કારણે તેઓ પોતાના ગામડે  પહોંચી રહ્યા છે. મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ પર ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસી મજૂર ભેગા થયા છે. ગુરુવારની રાત્રે મુંબઇ રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં કામદારો પોતાનો સામાન લઇને એકઠા થયા હતા. અચાનક ભીડને જોઇને પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો તેમ છતાં મજૂરો ત્યાંથી ખસ્યા નહોતા.તમામનો પ્રયાસ હતો કે તેમને જલદી ટિકિટ મળી જાય અને તેઓ  પોતાના ઘરે પહોંચી જાય

નોંધનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને હવે 3,52,26,386 થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 876 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. દિલ્હીમાં 465, કર્ણાટકમાં 333, રાજસ્થાનમાં 291 કેસ નોંધાયા છે.

 મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 20,181 કોરોનાના  કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે. આ સાથે જ  મુંબઇમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 79,260 થઇ ગઇ છે. શહેરની હોસ્પિટલમાં 16 ટકા બેડ દર્દીઓથી ફૂલ થઇ ગયા છે. જ્યારે 500થી વધુ ઇમારતોને સીલ કરી દેવામાં આવી છે.  જ્યારે કોરોનાથી સંક્રમિત 2437 ગુરુવારે સ્વસ્થ થયા હતા.

બીએમસીના કહેવા અનુસાર મુંબઇની ધારાવીમાં ગુરુવારે 107 નવા કોરોનાના દર્દીઓ  નોંધાયા છે. હવે ધારાવીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 7626 સુધી પહોંચી ગઇ છે. મુંબઇમાં એક્ટિવ કેસની સંખ્યાવધીને 79,260એ પહોંચી છે. મુંબઈમાં આજે 67 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 20,181 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે આજે પોઝિટિવિટી રેટ 29.90 નોંધાયો છે.

આ પણ વાંચોઃ

કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?

આ બેંકમાં PO અને ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, 11 જાન્યુઆરી છેલ્લી તારીખ છે, જલ્દી અરજી કરો

KVS Jobs: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સુવર્ણ તક, આ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે.....

Skoda Slavia Review: પ્રીમિયમ લુક અને સુવિધાઓને કારણે Honda City, Hyundai Verna અને Rapid પર ભારે છે Skoda Slavia

બ્રિઝા-ક્રેટાને પછાડીને ડિસેમ્બરમાં વેચાણમાં સૌથી આગળ નીકળી ગઇ આ એસયુવી કાર, કિંમત છે તમને પોષાય એવી, જાણો.............

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget