Pralhad Joshi on Pegasus: Pegasus મુદ્દે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ શું આપ્યો જવાબ ?
Pralhad Joshi on Pegasus: સોમવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન ઘણા પક્ષોએ પેગાસસ જાસૂસીનો મુદ્દો ઉઠાવ્યો. જેથી સ્પષ્ટ છે કે બજેટ સત્રમાં હંગામો થવાનો છે.
Union Budget 2022: મંગળવારે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. તે પહેલા આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કેન્દ્ર સરકાર વતી સ્પષ્ટ કર્યું હતું કે બજેટ સત્રના પહેલા ભાગમાં રાષ્ટ્રપતિના સંબોધન અને બજેટ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
પેગાસસ મુદ્દે શું કહ્યું પ્રહલાદ જોશીએ
સોમવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન, ઘણા પક્ષોએ પેગાસસ જાસૂસીનો મુદ્દો ઉઠાવ્યો, જે સ્પષ્ટ છે કે બજેટ સત્રમાં હંગામો થવાનો છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે બેઠકમાં અમે સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે અને બજેટ સત્રના પ્રથમ તબક્કામાં માત્ર બજેટ સંબંધિત મુદ્દાઓ ઉઠાવવા જોઈએ.
Many parties have raised the Pegasus issue. We have made it clear that the Supreme Court-appointed committee is investigating the matter & that issues related to the Budget should be raised (in the first part of the Budget session): Parliamentary Affairs Minister Pralhad Joshi pic.twitter.com/1o7iryA58C
— ANI (@ANI) January 31, 2022
આજે સર્વપક્ષીય બેઠકમાં કેટલા પક્ષોએ લીધો ભાગ
પ્રહલાદ જોષીએ સર્વપક્ષીય બેઠક અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આજની સર્વપક્ષીય બેઠકમાં 25 પક્ષોએ ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે બેઠકમાં રાજનાથ સિંહે કહ્યું કે બજેટ સત્રના પહેલા તબક્કામાં માત્ર રાષ્ટ્રપતિના સંબોધન અને બજેટ પર ચર્ચા થવી જોઈએ.
પ્રહલાદ જોશીએ કહ્યું, "જો ગૃહના સુચારૂ સંચાલનમાં સહકાર આપવામાં આવશે, તો અમે સત્રના બીજા ભાગમાં અન્ય તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છીએ. તમામ નેતાઓએ કહ્યું છે કે અમે ચર્ચામાં સામેલ થવા માંગીએ છીએ. ગૃહ સરળતાથી ચાલશે, મને આશા છે."